તૂટેલી ફૂટેલી દેખાતી ઝૂપડીમાંથી ખજાનો નિકળ્યો
નવીદિલ્હી, જે મહિલા આખી જિંદગી ભીખારણની જેમ રહી, ફાટેલા કપડાં પહેરતી રહી અને તૂટેલા ફૂટેલા ઘરમાં રહેતી હતી. તેના મોતના પાંચ દિવસ બાદ જ્યારે તેની ઝૂપડીમાં સ્થાનિક લોકોએ સામાન ચેક કર્યો તો દંગ રહી ગયા. તે તૂટેલી ફૂટેલી ઝૂપડીમાં ત્રણ ટ્રંક રાખેલા હતા જ્યારે તેને ખોલવામાં આવ્યા તો તેમાંથી પૈસાના ઢગલા થયા.
રિપોર્ટ્સ મુજબ આ મામલો પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાઝપુર જિલ્લાનો છે. ઉત્તર દિનાઝપુર જિલ્લાના ઈસ્લામપુરમાં એક મહિલા કોનિકા મહંતો ઝૂપડીમાં રહેતી હતી. તેનું થોડા દિવસ પહેલા જ મોત થયું હતું. મહિલાના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના પડોશીઓએ જ્યારે મહિલાના ઘરની તલાશી લીધી તો તેમાંથી ૩ ટ્રંક મળ્યા.
પડોશીઓએ જ્યારે ટ્રંક ખોલ્યા તો તેઓ દંગ રહી ગયા. તેમાં લાખો રૂપિયા ભરેલા હતા. આ વાતની જાણકારી મહિલાના પુત્ર બાબુ મહંતોને આપવામાં આવી. પુત્ર પરિવારથી અલગ રહેતો હતો. માતાના મોત બાદ તે અંતિમ સંસ્કારમાં તો આવ્યો પરંતુ તેને પોતાને ખબર નહતી કે તેની માતા લાખોપતિ છે.
હવે પડોશીઓ, સંબંધીઓ અને મૃતક મહિલના પુત્રએ કહ્યું કે આ પૈસો વૃદ્ધ માતાના નામે બેંકમાં રાખવામાં આવશે. આ પૈસા કોનિકા મહંતોના શ્રાદ્ધ અને શાંતિ કાર્યમાં ઉપયોગમાં લેવાશે.HS