Western Times News

Gujarati News

આપણે ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનું છે: મોહન ભાગવત

નવીદિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું કે આપણે ભારતને દુનિયા સામે ઉભુ કરવાનું છે, આપણે તેને વિશ્વ ગુરૂ બનાવવાનું છે. જાે આપણે ભારતની પ્રતિષ્ઠા સ્થાપિત કરવી હોય તો આપણે તેની પ્રાચીનતા અને સત્યને પ્રાચીન કાળથી આજ સુધી સ્થાપિત કરવું પડશે.

આરએસએસ વડાએ કહ્યું કે જે રીતે ભગવાન રામ અંગે એ સ્થાપિત થયું કે તેમનો જન્મ અયોધ્યામાં થયો, રામ સેતુ છે… તે જ રીતે સરસ્વતી નદી અંગે પણ પુરાવા સહિત વાતો સામે આવવી જાેઇએ. તેમણે કહ્યું કે, એ સત્ય સિદ્‌ઘ થવો જાેઇએ કે સરસ્વતી નદી હતી, સરસ્વતી નદી છે જેથી કરીને તેના વિરોધીઓની વાતો અસત્ય પુરવાર થઇ જાય.

ભાગવતે કહ્યું કે સરસ્વતી નદી અંગે નવી પેઢી માટે પાઠ્‌ય પુસ્તકોમાં પુરાવા સહિત વિષયને સામેલ કરવો જાેઇએ. તેમણે કહ્યું કે સરસ્વતી નદી સાથે આપણો ઇતિહાસ જાેડાયેલો છે. પરંતુ અંગ્રેજાેએ આપણને એ જ જમાવ્યું કે ના તો આપણું કોઇ રાજ ગૌરવ છે, ના તો કોઇ ધન ગૌરવ તથા તમામ ચીજાે આપણને દુનિયામાંથી જ મળી. ભાગવતે કહ્યું કે, આ પ્રકારને અસત્યની એક ભ્રમજાળ ઉભી કરવામાં આવી.

તેમણે દાવો કર્યો કે ત્યારબાદ એક એવો વર્ગ આવ્યો જે અસત્ય ઉપજાવી ભ્રમજાળ ફેલાવતો ગયો અને લોકો તેમાં ફસાતા ગયા. તેમણે કહ્યું કે, પરંતુ આઝાદી બાદ આપણે આ ભ્રમજાળને ઉતારીને ફેંકી દેવી જાેઇએ. તેમણે કહ્યું કે શ્રદ્‌ઘાવાનને વિશ્વાસ હોવો જાેઇએ અને આજે નવી પેઢીને પ્રમાણ જાેઇએ અને એવામાં સરસ્વતી નદી અંગે પાઠ્‌ય પુસ્તકોમાં પુરાવા સહિત વાતો આવવી જાેઇએ.

મોહન ભાગવતે કહ્યું કે, સરસ્વતી નદી અંગે ઉપગ્રહના ચિત્રોમાં ધરતીની નીચે જળ સ્ત્રોતની વાતો આવી છે, તેના ઉદ્‌ગમ અને માર્ગ અંગે વાતો સ્પષ્ટ રીતે બહાર આવવી જાેઇએ. તેમણે કહ્યું કે, જનતા તો શ્રદ્‌ઘાથી માની લેશે પરંતુ વિદ્વાન લોકોને પુરાવા જાેઇએ. તેમણે કહ્યું કે સરસ્વતી નદીના વિષયમાં સરકાર અને પ્રશાસન પોતાની રીતે કામ કરી રહ્યાં છે અને કરશે પરંતુ જનતાને એક થવું પડશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.