ન.પા.ની ૧૦૮માંથી ૧૦૩ બેઠકો પર TMCનો વિજય
કલકત્તા, બંગાળમાં નગર પાલિકાઓની ચૂંટણીમાં પણ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો છે.બીજી તરફ ભાજપ અને બીજી પાર્ટીઓનો સફાયો થઈ ગયો છે.
બંગાળની ૧૦૮ નગર પાલિકાઓ પૈકી ૧૦૩માં ટીએમસીએ વિજય મેળવ્યો છે.જ્યારે ડાબેરી પક્ષોના ફાળે એક નગર પાલિકા આવી છે.ત્રણ નગર પાલિકાઓમાં કોઈને બહુમત મળી નથી.બીજી તરફ ભાજપ અને કોંગ્રેસને એક પણ નગર પાલિકામાં જીત મળી નથી.
આ ચૂંટણીએ ફરી સાબિત કર્યુ છે કે, બંગાળની રાજનીતિ પર ટીએમસી સંપૂર્ણપણે કબ્જાે કરીને બેઠુ છે.
ટીએમસીએ કહ્યુ હતુ કે, જેને વોટ આપ્યો છે તેનો પણ આભાર અને જેણે વોટ નથી આપ્યો તેનો પણ આભાર.બંગાળની સંસ્કૃતિ એકતાની સંસ્કૃતિ છે.વિરોધી ઉમેદવારોને અપીલ છે કે, તેમે જ્યારે પણ કોઈ જરુર હોય તો અમે પુરી કરીશું. આ પહેલા કોંગ્રેસે અને ભાજપે ચૂંટણીમાં ટીએમસી પર ગરબડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
જાેકે ચૂંટણીએ ભાજપને સૌથી વધારે નુકસાન કર્યુ છે.ભાજપના વોટ શેરમાં ઘટાડો નોંધાયો છે.ભાજપના જે નેતાઓનો પ્રભાવ હતો તેવી નગર પાલિકાઓ પર પણ ભાજપ જીત મેળવી શક્યુ નથી.રાજકીય રીતે બંગાળમાં ભાજપ હવે વધારે નબળી પડી છે.SSS