Western Times News

Gujarati News

રશિયા સામે યુરોપ એકજૂટ છે અને રહેશે: જો બાઈડન

વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને રશિયાને ચેતવણી આપી છે. જાે બાઈડને સ્ટેટ ઓફ ધ યુનિયન અડ્રેસની શરુઆત યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કરી હતી.

અમેરિકાની સંસદમાં પોતાના ભાષણ દરમિયાન જાે બાઈડને યુક્રેનની જનતા માટે પણ એક સંદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ પરંપરા લાંબા સમયથી ચાલતી આવી છે જેમાં રાષ્ટ્રપ્રમુખ દેશવાસીઓને દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના વિઝનની જાણકારી આપે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી જાે બાઈડનનું આ પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણ હતું. જાે બાઈડને પોતાના ભાષણમાં અનેક મહત્વપૂર્ણ બાબતોને આવરી લીધી હતી.

બાઈડેને કહ્યું કે, છ દિવસ પહેલા રશિયાના વ્લાદિમીર પુતિને દુનિયાના સ્વતંત્ર પાયાને હલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનું અનુમાન ઘણું ખોટુ હતું. તેમને લાગ્યું હશે કે તેઓ યુક્રેન અને આખી દુનિયાને તબાહ કરી દેશે, પરંતુ તેમણે સૌથી પહેલા યુક્રેનના લોકોના સંકલ્પનો સામનો કરવો પડ્યો.

રશિયા આગળ યુક્રેનના લોકો ઝૂક્યા નહીં. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અને એક-એક નાગરિકે જે પ્રકારે ર્નિભયતા, સાહસ અને પ્રતિબદ્ધતાનો પરિચય કરાવ્યો, તેનાથી ખરેખર દુનિયા પ્રેરિત થઈ છે.

યુક્રેનની જનતાના રશિયાન ટેન્ક્‌સ આગળ અડગ ઉભા રહ્યા. વિદ્યાર્થીઓ, નિવૃત્ત વૃદ્ધોથી લઈને શિક્ષકો સુધી, દરેક વ્યક્તિ પોતાના દેશની રક્ષા માટે સૈનિક બનીને ઉભા રહ્યા.

રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ યૂરોપિયન પાર્લામેન્ટમાં કહ્યું તેમ આ સંઘર્માં અંધકાર પર પ્રકાશની જીત થશે. અમે અમેરિકાના લોકો યુક્રેનના લોકો સાથે ઉભા છીએ.

ઈતિહાસથી આપણે શીખ્યા છીએ કે- જાે તાનાશાહે પોતાના આક્રમણની કિંમત ચૂકવવી ન પડે તો તે વધારે ઉથલ-પાથલ મચાવે છે. તે આગળ વધતા રહે છે. તે સમયે અમેરિકા અને દુનિયા તેની કિંમત ચૂકવતા હતા.

નાટોની રચના એટલા માટે કરવામાં આવી હતી કારણકે બીજા વિશ્વયુદ્ધ પછી યૂરોપમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ૨૯ અન્ય દેશો સાથે અમેરિકા તેનું સભ્ય છે. તેનું એક આગવું મહત્વ છે. અમેરિકાની કૂટનીતિ મહત્વની છે. અમેરિકાનો સંકલ્પ મહત્વ ધરાવે છે.

પુતિન દ્વારા યુક્રેન પર કરવામાં આવેલો હુમલો સંપૂર્ણ પણે યોજનાબદ્ધ હતો. તેમણે વાતચીતના માધ્યમથી સમાધાનના પ્રયત્નોને ફગાવ્યા. તેમને લાગ્યું કે પશ્ચિમના દેશો અને નાટો કોઈ પ્રતિક્રિયા નહીં આપે. તેમને લાગ્યું કે તેઓ દેશ તોડી શકે છે. તેમને લાગ્યું કે તે યૂરોપને તોડી દેશે, પરંતુ તેમની આ વિચારધારા ખોટી છે.

અમે તૈયાર છીએ, એકજૂટ છીએ અને આગળ પણ એકજૂટ રહીશું. અમે અત્યંત સાવધાનીપૂર્વક અને ઉંડાણપૂર્વક તૈયારી કરી છે. અમે પુતિનનો સામનો કરવા માટે યૂરોપથી લઈને અમેરિકા, એશિયા અને આફ્રિકા સુધી તમામ આઝાદી સમર્થક દેશો સાથે મહિનાઓ સુધી વાતચીત કરી છે અને તેમને એક મંચ પર લાવ્યા છીએ.

યૂરોપમાં સહયોગી દેશોને સાથે લાવવા માટે અમે કલાકોની મહેનત કરી છે. અમે એકબીજા સાથે વાતચીત કરી કે પુતિન શું યોજના ઘડી રહ્યા છે. અમને ખબર હતી કે પુતિન પોતાના આક્રમણને યોગ્ય સાબિત કરવા માટે શું પ્રયત્નો કરશે. અમે રશિયાના અસત્ય સામે સત્યને રજૂ કર્યું.

ફ્રાન્સ, જર્મની, ઈટાલી સહિત યૂરોપિયન યૂનિયનના ૨૭ દેશો સિવાય યૂનાઈટેડ કિંગડમ, કેનેડા, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અનેક અન્ય દેશો રશિયા વિરુદ્ધ યુક્રેનના લોકોને સમર્થન આપી રહ્યા છે.

પુતિન દુનિયા માટે પહેલાથી વધારે ખતરનાક બની ગયા છે. આજે અમે અમારા સહયોગીઓ સાથે મળીને રશિયા પર અત્યંત ઘાતક આર્થિક પાબંદીઓ મૂકી રહ્યા છીએ. અમે રશિયાને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સિસ્ટમથી અલગ કરી ચૂક્યા છીએ. અમે રશિયાની સેન્ટ્રલ બેન્કને પણ અલગ કરી દીધી છે. અમે ટેક્નોલોજી સુધી પણ રશિયાની પહોંચ કાપી દીધી છે, જેનાથી આવનારા વર્ષોમાં રશિયાની આર્થિક અને સૈન્ય ક્ષમતા પ્રભાવિત થશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની સંસદમાં જાે બાઈડનના પત્ની સાથે અમેરિકામાં યુક્રેનના એમ્બેસેડર પણ બેઠા હતા. બાઈડનના સંબંધોન પછી સંસદ તાળીઓથી ગૂંજી ઉઠી. આ દરમિયાન યૂક્રેનના એમ્બેસેડર ભાવુક થઈ ગયા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.