Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૧૨૮ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૨૮ કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ ૩૦૫ દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૦,૮૫૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરીને ૯૯.૦૦ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ ૯૮,૯૫૮ ડોઝ આપવામાં આવ્યા હતા.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૨૫૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૨ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૨૩૮ નાગરિકો સ્ટેબલ છે. ૧૨,૧૦,૮૫૦ નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. ૧૦૯૩૪ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૧ વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં એક મોત સુરતમાં થયું છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૮૪૬૨ ને રસીનો પ્રથમ જ્યારે ૩૧૬૫૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૧૮૯૭ ને પ્રથમ જ્યારે ૪૧૯૩૧ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫૨૧૪ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ ૯૮,૯૫૮ કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૩૧,૯૩,૭૮૪ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.