Western Times News

Gujarati News

પીએમ મોદી યુદ્ધ વિશે જાણતા હતા, વિદ્યાર્થીઓને પહેલા કેમ ન લાવ્યા: મમતા બેનર્જી

કોલકતા, કેન્દ્ર સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સરકાર વિદ્યાર્થીઓની વાપસી માટે ઓપરેશન ગંગા પણ ચલાવી રહી છે.

આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંબંધો એટલા સારા છે કે યુદ્ધ ક્યારે થવાનું હતું તે તેઓને પહેલાથી જ ખબર હશે. તો પછી તમે વિદ્યાર્થીઓને કેમ ન લાવ્યા?

વારાણસીમાં એક રેલીને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને વડાપ્રધાન મોદી અહીં સભા કરી રહ્યા છે, શું જરૂરી છે? જાે તમારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આટલા સારા સંબંધો છે તો તમે પહેલાથી જ જાણતા હતા કે યુદ્ધ થવાનું છે તો તમે ભારતીય વિદ્યાર્થીઓને કેમ ન લાવ્યા.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ભારત સરકારને નિર્દેશ આપવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે ભારત સરકાર ભારતીયોને બહાર કાઢવાનું પોતાનું કામ કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.