Western Times News

Gujarati News

રશિયા સામે લડવા જર્મની યુક્રેનને 2700 મિસાઈલ મોકલશે

નવી દિલ્હી, રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ બાદ યુક્રેનની સેના રશિયાનો સામનો કરી રહી છે અને બીજી તરફ યુક્રેનના મિત્ર દેશો  યુક્રેનને લડવા માટે હથિયારો મોકલી રહ્યા છે.

નાટો દેશોએ યુધ્ધ લડવા માટે પોતાના સૈનિકોને તો નથી મોકલ્યા પણ હથિયારોની મદદ આ દેશો યુક્રેનને આપી રહ્યા છે.દરમિયાન જર્મનીએ યુક્રેનને 2700 એન્ટી ટેન્ક અને એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ્સ આપવાની જાહેરાત કરી છે.

જર્મનીએ યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાં હથિયારાો સપ્લાય નહીં કરવાની પોતાની ઐતહાસિક નીતિમાં બદલાવ કર્યો છે.જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ત્સે રવિવારે સંસદમાં કહ્યુ હતુ કે, આ એક નવી વાસ્તવિકતા છે.યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ જર્મનીએ હવે અગાઉ કરતા અલગ પ્રત્યાઘાત આપવા પડે તેવી જરુર પડી છે.

તેમણે કહ્યુ હતુ કે, જર્મની યુક્રેનને ટેન્ક વિરોધી અને જમીન પરથી હવામાં માર કરી શકે તેવી મિસાઈલ્સ મોકલી રહ્યુ છે.જર્મની પોતાના સૈન્ય માટે પણ 100 અબજ યુરોનુ વિશેષ ફંડ ઉભુ કરવા માટે કટિબધ્ધ છે.સંરક્ષણ બજેટમાં પણ બે ટકાનો વધારો કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.