Western Times News

Gujarati News

શેરબજારમાં મંદી યથાવત, સેન્સેક્સમાં ૭૦૦ પોઇન્ટ તૂટ્યા

મુંબઇ, રશિયા અને યુક્રેનના યુદ્વની સીધી અસર શેરબજાર પર પડી રહી છે, શેરબજાર માટે વૈશ્વિક સંકેતો હજુ પણ મંદીમાં છે અને સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે એશિયન બજારો પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

શાંઘાઈ, હેંગસેંગ બધા મજબૂત ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે આઈટી શેરોમાં જબરદસ્ત ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.આજે મ્જીઈ સેન્સેક્સ લગભગ ૪૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે. ગઈ કાલે સેન્સેક્સ ૫૫૧૦૨ પર બંધ થયો હતો અને આજે ૪૪૯ પૉઇન્ટના ઘટાડા સાથે ૫૪૬૫૩ની સપાટીએ ખૂલ્યો છે. નિફ્ટીમાં આજે પ્રી-ઓપનિંગના સ્તરે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી અને ૧૫૮ પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી ૧૬૩૩૯ના સ્તરે ખુલ્યો છે. આ રીતે નિફ્ટી આજે ૧૬૪૦૦ના મહત્વના સ્તરથી નીચે સરકી ગયો છે.

આજે બજાર ખુલ્યાના ૨૫ મિનિટ બાદ બજારનો ઘટાડો વધી ગયો છે. સેન્સેક્સ ૭૦૬ પોઈન્ટ અથવા ૧.૨૮ ટકા ઘટીને ૫૪,૩૯૬ પર આવી ગયો છે.

નિફ્ટીમાં ૨૧૧ પોઇન્ટના ઘટાડા બાદ તે ૧૬,૨૮૬ પર ટ્રેડ કરી રહ્યો છે.આજે બેન્કિંગ શેરોમાં વધારો થવાની ધારણા છે, પરંતુ આ સમયે બેન્ક શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આજે મેટલ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડાનાં લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યાં છે. માત્ર મેટલ સેક્ટર ૦.૬૭ ટકા ઉપર છે. બાકીનો ૨.૧૫ ટકાનો ઘટાડો ઓટો શેરોમાં છે. આઈટી શેરોમાં ૧.૩૮ ટકાનો ઘટાડો છે. બેંકમાં ૧.૨૦ ટકાનો ઘટાડો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.