રશિયાની જેમ ચીન પણ નવાજૂની કરવાની તૈયારીમાં લાગ્યું
બીજીંગ, ક્વાડ દેશો અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને ગુરૂવારે કહ્યું કે, હિંદ-પ્રશાંત વિસ્તારને યુક્રેન નહીં બનાવા દઈએ. આ એલાન એવા સમયે આવ્યું છે, જ્યારે યુક્રેનની માફક તાઈવાન પર ચીન હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ કહ્યું કે, વર્ચુઅલ બેઠકમાં ક્વાડના નેતા આ વાત પર સહમત થયા છે અને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં યુક્રેનની સ્થિતીનો કોઈ ફાયદો નહીં ઉઠાવી શકે.
યુક્રેન પર રશિયા વિરુદ્ધ હુમલાનો ઉલ્લેખ કરતા કિશિદાએ કહ્યું કે, અમે એ વાત પર સહમત થયા છીએ કે, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં યથાસ્થિતીમાં એક તરફી પ્રેશરની મંજૂરી કોઈને પણ ન આપવામાં આવે. આ પગલું સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્રની દિશામાં મહત્વનું છે. હિંદ પ્રશાતં માટે વ્હાઈટ હાઉસમાં સમન્વયક કર્ટ કેંપબેલે સોમવારે કહ્યું હતું કે, યુક્રેન સંકટ છતાં અમેરિકા ભારત પ્રશાંત ક્ષેત્ર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખશે.
આ વર્ચુઅલ સમિટમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન, ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાની પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સામેલ થયા હતા. બેઠકમાં યુક્રેન વિવાદ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વાતચીત અને કૂટનીતિના રસ્તા પર પાછા ફરવાની જરૂરત પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વાતચીત દ્વારા આ મુદ્દાનું સમાધાન કરી શકાય છે. ત્યારે આવા સમયે આપણે હિંસાનો રસ્તો છોડીને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંકટને ખતમ કરવું જાેઈએ.
બેઠકમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં થયેલી ક્વાડ શિખર સંમેલનમાં નક્કી મુદ્દાની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ આ વર્ષના અંતમાં જાપાનમાં થનારા શિખર સંમેલન પહેલા ઠોસ પરિણામ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કામ કરવામાં આવે અને આપસી સહયોગીમાં તેજી લાવવામાં આવે.HS