Western Times News

Gujarati News

મને મારી પત્નીથી બચાવી લો’, પીડિત પતિએ સ્ટેશનમાં જઈ પોલીસને અપીલ કરી

પ્રતિકાત્મક

ભિંડ, પતિઓ દ્વારા પત્નીઓને પરેશાન કરવાના મામલા દરરોજ ટીવી અને અખબારોની હેડલાઈનમાં રહે છે પરંતુ એનાથી ઉલટું ભિન્ડમાં પત્ની દ્વારા પતિને પરેશાન કરવાના મામલો સામે આવ્યો છે. પત્નીથી પીડિત પતિએ મહિલા સેલ ડીએસપી સામે પોતે ઉપસ્થિત થઇ પત્નીના અત્યાચારો સામે બચાવવાની અપીલ કરી છે.વાસ્તવમાં ભિંડના પુરામાં રહેતા મનોજ કુમારની પત્ની સોનમ તેને છેલ્લા બે વર્ષથી સતત હેરાન કરી રહી છે.

પીડિત પતિનો આરોપ છે કે તેની પત્ની તેને સતત શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપી રહી છે. પત્ની સમયસર ખાવાનું આપતી નથી અને કંઈ કહેશે તો દહેજ એક્ટ લગાવવાની ધમકી આપે છે. તે જ સમયે, તે અન્ય લોકો સાથે સતત ફોન પર વાત કરે છે. રોકવા પર, તે પોતાને ઇજા પહોંચાડીને ફસાવી દેવાની ધમકી આપતી રહે છે.

પીડિતા મનોજ કુમારે આ મામલે તેના સાસરિયા પક્ષને પણ ઘણી વખત ફરિયાદ કરી છે પરંતુ સાસરિયા પક્ષ પણ તેની વાત સાંભળતા નથી. બરૌલી પોલીસ સ્ટેશનમાં જઈને પણ તેણે ઘણી વખત પોતાની કેફિયત આપી હતી, પરંતુ ત્યાં પણ તેની કોઈ વાત સાંભળવામાં આવી ન હતી, ત્યારબાદ નારાજ થઈને તે મહિલા સ્ટેશન ડીએસપી પૂનમ થાપા પાસે આવી લેખિતમાં વિનંતી કરી હતી કે તેને પત્નીથી બચાવવામાં આવે. પીડિત પતિએ પોલીસને કરી અપીલ જાે કે એસપી પૂનમ થાપાએ પીડિત પતિની અપીલ પર પત્નીને બોલાવી જલ્દી મામલાનો છુટકારો લાવવાનું આશ્વાસન આપ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.