અમેરિકાની સતત ચોથા દિવસે ઈરાન પર એરસ્ટ્રાઈક
ટ્રમ્પે કહ્યું- આવતા અઠવાડિયે પાવર પ્લાન્ટ અને પુલને ટાર્ગેટ કરીશું, જો કરાર નહીં થાય તો કંઈ બચશે નહીં
કતારના અલ-ઉદીદ એરબેઝની સેટેલાઇટ તસવીરોમાં અમેરિકી સેનાના એક વેરહાઉસને નુકસાન થયાના સંકેત મળ્યા છે
વોશિગ્ટન, અમેરિકી સેનાએ મંગળવારે રાત્રે સતત ચોથા દિવસે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. આ સાથે જ ઈરાની બંદરોની દરિયાઈ નાકાબંધી પણ શરૂ કરી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન પર દબાણ વધારવા માટે કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “અમે મંગળવારે રાત્રે પણ હુમલો કરીશું, તેના પછીના દિવસે પણ કરીશું. આવતા અઠવાડિયે ઈરાનના વીજળીઘર અને પુલ પણ ટાર્ગેટ પર છે.
જો સમજૂતી નહીં કરી, તો ત્યાં કંઈ જ નહીં બચે.”ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી ઈરાન વાતચીત માટે તૈયાર ન થઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે જરૂર પડ્યે જમીની સૈન્ય અભિયાન પણ ચલાવી શકાય છે, જોકે આ માટે સહયોગી દેશોની મદદ લઈ શકાય છે.કતારના અલ-ઉદીદ એરબેઝની સેટેલાઇટ તસવીરોમાં અમેરિકી સેનાના એક વેરહાઉસને નુકસાન થયાના સંકેત મળ્યા છે. ઈરાની મીડિયા પ્રેસ ટીવીએ વીડિયો જાહેર કરીને દાવો કર્યાે કે આ નુકસાન ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલા બાદ થયું છે.
અલ-ઉદીદ પશ્ચિમ એશિયામાં અમેરિકાનો સૌથી મોટો સૈન્ય અડ્ડો છે. તાજેતરના દિવસોમાં ઈરાને કતાર સહિત ખાડી દેશોમાં હાજર અમેરિકી ઠેકાણાઓ પર વળતા હુમલા કરવાનો દાવો કર્યાે છે.જોકે, અમેરિકાએ હજુ સુધી આ સેટેલાઇટ તસવીરો કે વેરહાઉસને થયેલા નુકસાનની સત્તાવાર પુષ્ટિ કરી નથી. સ્વતંત્ર રીતે પણ આ દાવાઓની પુષ્ટિ થઈ શકી નથી.SS1
