Western Times News

Gujarati News

વિદેશથી ભણીને ભારતમાં પરીક્ષા આપનારા ૨૫% જ પાસ થાય છે

નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે જંગ થયો તે પહેલા કદાચ ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે જાય છે તે બાબત ભારતમાં પણ ઘણાને ખબર નહોતી. જાેકે હવે લોકોને વાસ્તવિકતા ખબર પડી રહી છે.ભારતમાં ડોકટર બનવા માંગતા ઘણા વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં આકરી સ્પર્ધા તેમજ પ્રાઈવેટ કોલેજાેની કમરતોડ ફીના કારણે વિદેશમાં જઈને એમબીબીએસ કરવાનુ પસંદ કરે છે.જાેકે મુશ્કેલી એ પછી પણ ઓછી થતી નથી.

આવા વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ કરવી હોય તો સરકાર દ્વારા યોજાતી પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.આવી પરીક્ષા વર્ષમાં બે વખત યોજાતી હોય છે.જાેકે તેમાં સફળતાની ટકાવારી ઓછી છે.

વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં પચાસ ટકા માર્કસ લાવવા જરુરી છે.વીતેલા વર્ષોના પરિણામ પર નજર નાંખવામાં આવે તો પરીક્ષામાં પાસ થનારા વિદ્યાાર્થીઓની ટકાવારી ૨૫ ટકાની આસપાસ રહેતી હોય છે.ડિસેમ્બર ૨૦૨૧માં લેવાયેલી આ પરીક્ષામાં ૨૩૬૯૧ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી ૫૬૬૫ પાસ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, એમબીબીએસ કોર્સમાં પ્રવેશ લીધાના દસ વર્ષની અંદર વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરવી પડે છે.યુક્રેન કે રશિયામાં એમબીબીએસ કોર્સ ૬ વર્ષનો હોય છે.એ પછી વિદ્યાર્થીએ ત્યાં એક વર્ષ અને ભારતમાં એક વર્ષ ઈન્ટર્નશીપ કરવાની હોય છે.આ સંજાેગોમાં વિદ્યાર્થીને પ્રેક્ટિસ કરવા માટેની પરીક્ષા પાસ કરવા બે વર્ષનો સમય મળે છે.જાેકે ભારતમાં આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.