રશિયાના 10000 સૈનિકોના મોત, 40 એરક્રાફ્ટ, 269 ટેન્કો તબાહઃ યુક્રેનનો દાવો

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધનો અગિયારમો દિવસ છે.રશિયાની સેના યુક્રેન પર હજી સંપૂર્ણ કબ્જો કરી શકી નથી.
યુક્રેનમાં ઘૂસેલી રશિયન સેનાને યુક્રેનના સૈનિકો લડત આપી રહ્યા છે.હવે યુક્રેને દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં યુદ્ધમાં માર્યા ગયેલા રશિયન સૈનિકોની સંખ્યા 10000 થઈ ચુકી છે.
સાથે સાથે મોટી સંખ્યામાં રશિયન હથિયારો પણ તબાહ થયા છે.જેમાં 40 હેલિકોપ્ટર્સ, 269 ટેન્ક, 39 મિલટરી એરક્રાફ્ટ, 60 ફ્યુલ ટેન્ક અને બીજા હથિયારો તેમજ બખ્તરિયા વાહનોનો સમાવેશ થાય છે.
જોકે રશિયા યુક્રેનના દાવાને સ્વીકારવા માટે તૈયાર નથી.રશિયાએ ગઈકાલે કહ્યુ હતુ કે, અમારા 450 જેટલા સૈનિકોના મોત થયા છે.
બીજી તરફ આજે રશિયાએ યુક્રેનના બે શહેરોમાં થોડા કલાકો માટે યુધ્ધ વિરામની જાહેરાત કરી છે.જેથી લોકોને સહીસલામત રીતે બહાર કાઢી શકાય.