Western Times News

Gujarati News

અલકાયદાના જેહાદી ગ્રુપ સાથે સંબંધ ધરાવતા 5 બાંગ્લાદેશીની આસામથી ધરપકડ

ગુવાહાટી, બાંગ્લાદેશ સ્થિત જેહાદી ગ્રુપ સાથે સંબંધ રાખવાના આરોપસર 5 બાંગ્લાદેશી નાગરિકોની આસામના બારપેટા જિલ્લા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, જેહાદી ગ્રુપ ભારતીય ઉપમહાદ્વીપમાં અલકાયદા (AQIS) સાથે સંકળાયેલું છે. ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે શનિવારે આ અંગેની જાણકારી આપી હતી.

ભાસ્કર જ્યોતિએ જણાવ્યું કે, રાજ્ય પોલીસની વિશેષ શાખા દ્વારા શેર કરવામાં આવેલા એક ગુપ્ત રિપોર્ટના આધાર પર બારપેટા પોલીસે હાઉલી અને કલગછિયા પોલીસ થાણા ક્ષેત્રો ખાતેથી 5 લોકોની ધરપકડ કરી છે.

પોલીસના કહેવા પ્રમાણે બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ સુમાન ઉર્ફે સૈફુલ ઈસ્લામે બારપેટાને AQISની જેહાદી ગતિવિધિઓનો અડ્ડો બનાવવા માટે 4 અન્ય લોકોને પ્રેરિત કર્યા હતા. તેમના કબજામાં રહેલી દસ્તાવેજ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.