રશિયાની સેનાએ કાર પર ઓપન ફાયરિંગ કરતા બેનાં મોત થયા

કીવ, યુક્રેન પર રશિયાના હુમલાનો શનિવારે(૫ માર્ચ) ૧૦મો દિવસ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે રશિયન સેનાએ કીવ પાસે બુકા જિલ્લામાં એક કાર પર ઓપન ફાયરિંગ કર્યુ છે.
આ કાર પર રશિયાની સેનાએ ત્યારે ગોળીઓ ચલાવી જ્યારે કારમાં સામાન્ય નાગરિકો સવાર હતા. દૂર્ઘટનામાં ૧૭ વર્ષની એક કિશોરી સહિત બે લોકોના મોત થઈ ગયા અને ચાર અન્ય ઘાયલ થઈ ગયા છે. આ દરમિયાન કીવમાં ફરિયાદી કાર્યાલયે ગુનાહિત કાર્યવાહી શરુ કરી દીધી છે.
દરમિયાન યુક્રેનના ઉત્તરપૂર્વી શહેર સુમીમાં સુમી સ્ટેટ યુનિવર્સિટીના સૈન્યની એક ઈમારત પર આજે સવારે રશિયાની સેનાએ ગોળીબાર કર્યો. સુમી ક્ષેત્રીય સૈન્ય પ્રશાસનના પ્રમુખ દિમિત્રો જાયવિત્સ્કીએ જણાવ્યુ, ‘યુક્રેનના ઉત્તર પૂર્વી શહેર સુમીમાં સૂમી સ્ટેટ યુનિવર્સિટીના પરિસરમાં ઈમારત પર આજે સવારે રશિયાની સેનાએ ગોળીબાર કર્યો.’
આ શહેરોમાં હવાઈ હુમલાની આપી ચેતવણી યુક્રેનની રાજધાની કીવમાં ગુરુવારે હવાઈ હુમલાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. નિવાસીઓને સુરક્ષિત ઘરોમાં શરણ લેવાની સલાહ આપવામાં આવી. કીવ ઈંડિપેન્ડન્ટે ટિ્વટ કર્યુ હતુ, ‘કીવમાં હવાઈ હુમલાની ચેતવણી છે. નિવાસીઓને નજીકના આશ્રય સ્થાનોમાં જવુ જાેઈએ.’ પ્રકાશન અનુસાર, માયકોલાઈવ, લ્વીવ, જાઈટૉમિર, ઈવાનો-ફેંકિવસ્ક અને ચેર્નિહાઈવ સહિત ઘણા અન્ય શહેરોને હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી હતી.SSS