Western Times News

Gujarati News

સરકારે અમારા માટે કંઈ નથી કર્યું, અહીંયા બેઠા બેઠા ઓર્ડર ના આપો – અમારા દમ પર બોર્ડર પાર કરી

નવીદિલ્હી, ભારત સરકાર દિવસ રાત એક કરીને ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ભારતીયોને પરત લાવી રહી છે એવામાં વેદાંત હિતેશભાઈ યોગીએ કહ્યું કે ઇન્ડિયન એમ્બેસી, ટ્‌વીટર અને કન્સલ્ટન્સીની મદદથી ઇન્ડિયન એર લાઇન્સમાં એક પણ રૂપિયો ભાડુ ચૂકવ્યા વગર MBBSનું છેલ્લું વર્ષ અધૂરું મૂકી બારેજા પરત ફર્યો છું. હું સલામત છું. તેમને ભારત સરકારની વ્યવસ્થાને બિરદાવી આભાર માન્યો હતો.

રિપોર્ટ્‌સ અનુસાર આજે શનિવારે ૧૧ ફ્લાઈટ્‌સ આવશે. તેમાંથી ૨૨૦૦થી વધુ આપણા ભારતીયોને પરત લાવવામાં આવશે. આ ફ્લાઇટમાંથી ૧૦ દિલ્હીમાં અને એક મુંબઈમાં લેન્ડ થશે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે ત્યારે આજે આ યુદ્ધનો દસમો દિવસ છે. આ યુદ્ધમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.

જાે કે, મોદી સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે કે તેમને ભારત પરત ફરવા લાવવામાં આવે. પરંતુ હજી પણ ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે અને અપીલ કરી રહ્યા છે તેમને જલ્દીથી પરત લાવવામાં આવે.

ત્યારે આ બધા વચ્ચે હવે શ્રીનિવાસ બીવીએ શુક્રવારે એક પછી એક અનેક ટિ્‌વટ કર્યા. ટિ્‌વટ દ્વારા શ્રીનિવાસે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ મોદી સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેઓને વહેલી તકે ખાર્કિવમાંથી બહાર કાઢવામાં આવે.

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીએ કહ્યું કે અમારો દેશ લોકશાહી દેશ છે, લોકો સાથે મળીને સરકાર પસંદ કરે છે પરંતુ અમને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી.

વિદ્યાર્થીએ કહ્યું કે ખાર્કિવ અને કિવમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને જલ્દી લાવવામાં આવે. વિદ્યાર્થીએ કહ્યું કે અમે ગ્રાઉન્ડ ઝીરો પર હતા, અમે ઘણી બધી બાબતોનો સામનો કર્યો છે. સરકારે અહીં બેસીને આદેશો ન આપવા જાેઈએ. તેમણે કહ્યું કે અમે યુક્રેનના ઘણા રાજ્યોની સરહદ જાતે જ ઓળંગી હતી, જાે અમને કંઈક થયું તો જવાબદાર કોણ ?

શ્રીનિવાસી બીવી દ્વારા અન્ય એક વીડિયો ટ્‌વીટ કરવામાં આવ્યો છે જેમાં એક વિદ્યાર્થી કહી રહ્યો છે કે જ્યારે અમે બોર્ડર પર પહોંચ્યા અને આશ્રયસ્થાનમાં હતા ત્યારે ભારતીય દૂતાવાસ દ્વારા અમને ઓફર કરવામાં આવી હતી કે જે પહેલા બાથરૂમ સાફ કરશે, અમે તેને પહેલા લઈશું. વિદ્યાર્થીએ કહ્યું કે અમે અધિકારીઓ અને મંત્રીઓને ફરિયાદ કરી નથી કારણ કે અમારે ત્યાંથી જવું પડ્યું.

શ્રીનિવાસ બીવીએ વીડિયો ટ્‌વીટર પર પોસ્ટ કરતા લખ્યુ કે, દુઃખ પણ છે, નિરાશા પણ છે, ગુસ્સો પણ છે અને ઉદાસી પણ છે, જ્યારે મદદની સૌથી વધુ જરૂર હતી, એડવાઈઝરી, સરકાર તેનાથી છુટકારો મેળવવા માટે ઉતાવળમાં હતી.

શ્રીનિવાસે સુમીમાં ફસાયેલ વિદ્યાર્થીઓનો વીડિયો પણ ટ્‌વીટ કર્યો હતો. વીડિયોમાં એક વિદ્યાર્થી કહી રહ્યો છે કે અમે સુમીમાં ફસાઈ ગયા છીએ. અહીંથી રશિયાની સરહદ ૫૦થી ૬૦ કિલોમીટર છે. જાે અમે હોસ્ટેલની બહાર આવીએ તો બહાર સ્નાઈપર્સ છે,

તેઓ અમને તરત જ ગોળી મારી દેશે. વિદ્યાર્થીએ કહ્યું કે અહીં દર અડધા કલાકે બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, એર સ્ટ્રાઈક થઈ રહી છે. અમે લગભગ ૮૦૦-૯૦૦ વિદ્યાર્થીઓ અહીં અટવાયા છીએ. અહીં તાપમાન માઈનસ છે, અમારી સાથે ઘણી છોકરીઓ છે, અમે અહીંથી કેવી રીતે બહાર નીકળીએ? અમારી પાસે ન તો ખાવા માટે ખોરાક છે કે ન પીવા માટે પાણી.

આ વીડિયો ટ્‌વીટર પર પોસ્ટ કરી શ્રીનિવાસ બીવીએ લખ્યુ, ભારતીય દૂતાવાસના લોકોએ રોમાનિયા બોર્ડર પર વિદ્યાર્થીઓને કહ્યું – ‘જે શૌચાલય સાફ કરશે તે તેમને પહેલા ભારત લઈ જશે’. સિંધિયા જી તમે કઈ સરહદ પર છો? શ્રીનિવાસ દ્વારા અન્ય એક વિદ્યાર્થીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં વિદ્યાર્થીની કહી રહી છે કે તેઓ છેલ્લા ૯ દિવસથી હોસ્ટેલમાં ફસાયેલા છે. તેમણે કહ્યું કે જ્યાં તેઓ ફસાયા છે ત્યાંથી રશિયાની સરહદ લગભગ ૫૦ કિમી દૂર છે.

વિદ્યાર્થીએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે હોસ્ટેલ પાસે જાેરદાર વિસ્ફોટ થયો, તમામ વિદ્યાર્થીઓ ડરી ગયા. અમારી પાસે ખોરાક અને પાણી નથી, વીજળી નથી, અમને ખબર નથી કે અમે કેવી રીતે જીવીશું. દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. અમને ખબર નથી કે અમે સરકાર સુધી કેવી રીતે પહોંચ્યા. આ વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યુૃ- હું ઈચ્છું છું કે મોદીજી તેમની પીડા જાેવે, સાંભળે અને સમજી શકે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.