Western Times News

Gujarati News

યુધ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યથાવત

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.આજે શનિવાર ૫ માર્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ ૧૧૮ ડોલરની ઉપર પહોંચી ગઈ છે જ્યારે ૪ માર્ચે તેલની કિંમત બેરલ દીઠ ૧૧૧.૫ ડોલર હતી. એટલે કે એક જ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૭ ડોલરનો વધારો થયો છે.

બીજી તરફ ભારતની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ માર્ચ માટે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ ના નવા ભાવ જાહેર કર્યા છે. ૫ અને આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જણાવી દઈએ કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયાને ૧૨૨ દિવસ થઈ ગયા છે.

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૨૨ દિવસથી સ્થિર છે જ્યારે જે ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે તેની કિંમતો સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત આજે ૧૧૮.૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.

ભારતમાં જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત ૮૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. એટલે કે છેલ્લા ૪ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૪૦ ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે.

માહિતી અનુસાર ડબ્લ્યુટીઆઇ ક્રૂડની કિંમત ૪ માર્ચે ૧૦૯.૩ ડોલરની હતી તે આજે ૭.૪૪ ટકા વધીને ૧૧૫.૭ ડોલર થઈ ગઈ છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ મોટો ઉછાળો જાેવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પણ ૬.૯૩ ટકા વધીને ૧૧૮.૧ ડૉલર પર પહોંચ્યું છે, જે ૪ માર્ચે ૧૧૧.૫ ડૉલર હતું.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત જાેઇએ તો,દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૯૫.૪૧ અને ડીઝલ રૂ. ૮૬.૬૭ પ્રતિ લીટર,મુંબઈમાં પેટ્રોલ રૂ. ૧૦૯.૯૮ અને ડીઝલ રૂ. ૯૪.૧૪ પ્રતિ લીટર,ચેન્નાઈ પેટ્રોલ રૂ. ૧૦૧.૪૦ અને ડીઝલ રૂ. ૯૧.૪૩ પ્રતિ લીટર,કોલકાતા પેટ્રોલ રૂ. ૧૦૪.૬૭ અને ડીઝલ રૂ. ૮૯.૭૯ પ્રતિ લીટર.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.