Western Times News

Gujarati News

આઠ માસની બાળકી કાજળની ડબ્બી ગળી ગઈ, સર્જરી કરાઈ

કલકત્તા, કલકત્તામાં તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. અહીં આઠ મહિનાની બાળકી રમતી વખતે કાજળ ની ડબ્બી ગળી ગઈ. આ ડબ્બી બાળકીના ગળામાં ફસાઈ ગઈ. માતાની જ્યારે દીકરી પર નજર પડી તો પહેલા તો એ ગભરાઈ ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. ડોક્ટરોએ સ્કેન કર્યા તો જાણવા મળ્યું કે તેના ગળામાં કંઈક ફસાઈ ગયું છે.

ઉતાવળમાં સર્જરી કરવામાં આવી અને ગળામાં ફસાયેલી ડબ્બી બહાર નીકાળવામાં આવી. અત્યારે બાળકીને આઈસીયૂમાં રાખવામાં આવી છે.

આ કેસ ઈન્સટિટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હોસ્પિટલમાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, આઠ મહિનાની બાળકીના ગળામાં ફસાયેલી પ્લાસ્ટિકની કાજળ ની ડબ્બી નીકાળવામાં આવી. પરંતુ સારવારમાં મોડું થયું હોવાને કારણે બાળકીની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. હવે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

મીટની દુકાન ચલાવતા મેઘનાદ બાગડી જણાવે છે કે, તેમની બાળકી શુક્રવારે સવારે ઘરમાં રમી રહી હતી. રમતી વખતે તે માતાની કાજળ ની ડબ્બી ગળી ગઈ. આ ડબ્બી તેની શ્વાસનળીમાં ફસાઈ ગઈ. ઘરના લોકોને આ વાતની જાણ નહોતી. તે એકાએક બેભાન થવા લાગી.

તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તે દીકરીને લઈને નજીકની સરકારી હોસ્પિટલમાં ગયા. ત્યાંથી બાળકીને એનઆરએસ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવી. તેનું ઓક્સિજન લેવલ ૫૦ ટકા ઘટી ગયુ હતું. એનઆરએમાં બાળકીની સ્થિતિ જાેઈને તેને એસએસકેએમ હોસ્પિટલ રેફર કરવામાં આવી.

જ્યાર સુધી પરિવાર આપીજીએમઈઆર પહોંચ્યો, ત્રણ કલાકનો સમય પસાર થઈ ગયો હતો અને બાળકીના શરીરનો રંગ બદલાઈ ગયો હતો. ઓક્સિજન લેવલ ઝીરો થઈ ગયુ હતું. ડોક્ટરોએ તાત્કાલિક લૈરીંગોસ્કોપી કરી અને શ્વાસનળીમાંથી ડબ્બી નીકાળવામાં આવી.

ઓક્સિજનની કમીને કારણે તેની સ્થિતિ અત્યારે ગંભીર છે. હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ પ્રોફેસર અરુણાભા સેનગુપ્તાએ કહ્યું કે, જાે સમયસર સારવાર મળી જતી તો સ્થિતિ આટલી ગંભીર ન થઈ જતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.