Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૬૧ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૬૧ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૮૬ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૧,૨૭૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૯.૦૩ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૯૬,૨૮૯ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૯૮૪ એક્ટિવ કેસ છે.

જે પૈકી ૮ નાગરિકો વેન્ટીલેટર પર છે જ્યારે ૯૭૬ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૨૧૧૨૭૩ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ ૧૦૯૩૪ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૨૫, વડોદરા કોર્પોરેશન ૯, ડાંગ ૬, વડોદરા ૫, બનાસકાંઠા ૩, ગાંધીનગર-રાજકોટમાં ૨-૨, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરત કોર્પોરેશન અને તાપીમાં ૧-૧ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૨૧૪ અને ૩૯૬૮૮નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૯૭૪ ને રસીનો પ્રથમ ૩૩૧૧૧ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

આ ઉપરાંત ૧૨૩૦૨ ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આજના દિવસમાં કુલ ૯૬,૨૮૯ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૩૩,૮૯,૩૧૦ કુલ ડોઝ અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.