પોલેન્ડ યુક્રેનને મિગ-૨૯ અને સુખોઈ-૨૫ જેવા ફાઈટર જેટ મોકલશે
કીવ, યુક્રેનમાં રશિયાએ મોટાપાયે તબાહી મચાવી છે. પશ્ચિમી દેશો દ્વારા આપવામાં આવેલા હથિયારોની મદદથી યુક્રેન રશિયા વિરુદ્ધ વળતો પ્રહાર કરી રહ્યું છે.
યુક્રેનને અમેરિકા અને બ્રિટન પાસેથી સતત હથિયારો સપ્લાઈ થઈ રહ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, પોલેન્ડ અને અમેરિકા વચ્ચે યુક્રેનને મદદ પહોંચાડવા બાબતે એક ડીલ થઈ શકે છે. આ પહેલા જાણકારી સામે આવી હતી કે યુક્રેનને અનેક યૂરોપિયન દેશો તરફથી ૭૦ લડાકુ વિમાન મળવાના હતા, જેમાં મિગ-૨૯ અને સુખોઈ-૨૫ જેવા ફાઈટર જેટ પણ સામેલ હતા.
અમેરિકન પ્રશાસનના એક સૂત્રએ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું કે, પોલેન્ડ અને અમેરિકા વચ્ચે એક ડીલ થઈ શકે છે, જે અંતર્ગત પોલેન્ડ પોતાના જૂના મિગ-૨૯ ફાઈટર જેટ અને સુખોઈ-૨૫ અટેક એરક્રાફ્ટ યુક્રેનને આપી શકે છે, પરંતુ બદલામાં તેને અમેરિકા પાસેથી એફ-૧૬ લડાકુ વિમાન જાેઈએ છે. ચાર અમેરિકન અધિકારીઓએ PoLITICOને જણાવ્યું કે અત્યારે આ બાબતે વાતચીત થઈ રહી છે.
નોંધનીય છે કે શનિવારના રોજ ઝેલેન્સ્કીએ અમેરિકન કોંગ્રેસ પાસે સૈન્ય મદદ માંગી હતી. રિપોર્ટ અનુસાર, પોલેન્ડે ગત સપ્તાહમાં પોતાના લડાકુ વિમાન યુક્રેન મોકલવાની વાત કરી હતી.
પરંતુ વરસૉએ વાઈટ હાઉસને પૂછ્યું છે કે, શું આ વિમાનોની કમી બાઈડન સરકાર અમેરિકન ફાઈટર જેટથી પૂરી કરશે? વાઈટ હાઉસ તરફથી જવાબ આપવામાં આવ્યો કે તેઓ આના પર વિચાર કરશે.
યુક્રેનને મિગ ફાઈટર પ્લેન આપવાના પોલેન્ડ સરકારના ર્નિણયનો બાઈડન સરકારે વિરોધ નથી કર્યો, જેનાથી નાટો અને મૉસ્કો વચ્ચે તણાવ વધી શકે છે.
જાે કે પોલેન્ડે અત્યારે પોતાના વિમાનોનો રોકીને રાખ્યા છે. PoLITICOના સમાચાર અનુસાર, વૉશિંગ્ટન અને વરસૉ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
જાે કે પોલેન્ડને નવા વિમાન મળવામાં લાંબો સમય લાગી શકે છે. થોડા સમય પહેલા જ સ્પેનના રાજનેતા જાેસેફ બોરેલે જાહેરાત કરી હતી કે યુક્રેનને મોકલવામાં આવેલી મદદમાં ફાઈટર જેટ પણ હશે.
આ વિમાનોનો ઉપયોગ યુક્રેનની વાયુસેના કરતી આવી છે. માટે ઝડપથી તેનો ઉપયોગ યુદ્ધમાં પણ કરી શકાશે. અમેરિકા અને યૂરોપિયન દેશોએ યુક્રેનને મોટા પ્રમાણમાં સ્ટિંગર એન્ટી એરક્રાફ્ટ અને જેવલિન એન્ટી ટેન્ક મિસાઈલો, લાખોની સંખ્યામાં અસોલ્ટ રાઈફલ આપી છે.SSS