ગુજરાતમાં મહિલા કોંગ્રેસના શહેર-જીલ્લા પ્રમુખો, હોદ્દેદારો નિમાયા

(એજન્સી)અમદાવાદ, ગુજરાત કોગ્રેસના મહીલા મોરચાના ૩ મહામંત્રી ૧૦ મંત્રી અને રાજકોટ સુરત સહીતના સાત જીલ્લાના પ્રમુખોના નામની જાહેરાત અખીલ ભારતીય કોગ્રેસ કમીટી દ્વારા કરવામાં આવીછ ે. સાથોસાથ નવા મહીલા પ્રમુખ માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.
જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, અમદાવાદના ગીતાબેન પટેલ અને વડોદરાના તૃપ્તિબેન ઝવેરીના નામ મોખરે છે. નોધનીય છે કે હાલમાં મહીલા પ્રમુખપદે રાજકોટના ગાયત્રીબા વાઘેલા કામગીરી બજાવી રહયા છે. એઆઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા મહામંત્રીઓમાં અમદાવાદ શહેરના મહામંત્રી તરીકે અરઝાબેન કાદરી,
સાબરકાંઠાના રેખાબેન સોલંકી અને જામનગરના પુજા કેવલીયા નકુમનો સમાવેશ થાય છે. જયારે મંત્રી તરીકે આણંદના સરલાબેન પટેલ, ખેડાના સજજનબેન પરમાર, વલસાડના ભાવનાબેન નાયક, નર્મદાના મનીષા વસાવા, જૂનાગઢ-શહેરના શારદાબેન કથીરીયા, સુરત શહેરના રૈશાબેન શેખ મહેસાણાના હેમાંગી બારોટ,
ગાંધીનગરના ભગવતીબેન બાથમ, ડાંગના મીનાક્ષીબેન ભોયે અને વડોદરા શહેરના કિંજલ શાહનો સમાવેશ થાય છે. જીલ્લા પ્રમુખોમાં પાટણના જીલ્લા પ્રમુખ તરીકે જયાબેન સોની, જૂનાગઢ-શહેર પ્રમુખ તરીકે ડો. વર્ષાબેન રાદડીયા, રાજકોટ જીલ્લામાં ભાવનાબેન ભૂત મોરબી, જીલ્લામાં રીટાબેન ભાલોડીયા નર્મદામાં આંગીરા તડવી, દાહોદમાં રૂપાલી પરમાર અને સુરત શહેર પ્રમુખ તરીકે જલ્પા ભરૂચીના નામની જાહેરાત કરવામાં આવી છે.