Western Times News

Gujarati News

મહિલા કલ્યાણની વિવિધ યોજનાના મહિલા લાભાર્થીઓને મંજુરી હુકમ તથા ચેક વિતરણ એનાયત કરાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષ સ્થાને થઈ હતી.

Gender Equality Today For a Sustainable Tomorrowની થીમ આધારિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના ઋષભ અલ્પાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ મહિલાઓ માટે ખુબ જ મહત્વનો છે. આજની નારી દેશ-વિદેશમાં પોતાના વ્યક્તિત્વ ધ્વારા દેશ અને સમાજનું ગૌરવ વધારી રહી છે.

આ તબક્કે વાલીયા તાલુકાના ચમારીયા ગામના જય કુબેર સખીમંડળના પ્રમુખ રીટાબેન બોરદરાએ પોતાનો પ્રતિભાવ આપતાં ડીઆરડીએ ધ્વારા મળેલ સહાય થકી અથાણાં, પાપડ, મીઠાઈ, ફરસાણ જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી વેચાણ કરીએ છે અને તે ધ્વારા જુથના તમામ સભ્યો આર્થિક અને સામાજિક રીતે પગભર બનેલ છે તેમ જણાવયું હતું.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન.ડી.પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યા બાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિને પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ વેળાએ વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું હતું તથા મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના જેમાં ગંગાસ્વરૂપા, પુનઃલગ્ન આર્થિક સહાય, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, માતા યશોદા એવોર્ડ, મહિલા વૃતિકા તાલીમ યોજના,

પાવર ડ્રીવન ચાફકટર, બકરા એકમ, ડીઆરડીએ ધ્વારા મહિઆ સ્વસહાય જુથોને દિવ્યાંગ બસ પાસ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભાર્થીઓને જિલ્લા પંચાયતના, પ્રમુખ અલ્પાબેન પટેલ તથા મહિલા મહાનુભાવો ધ્વારા મંજુરી હુકમ/ચેક વિતરણ કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.