Western Times News

Gujarati News

હથિયારોનો સપ્લાય બંધ કરો, નહીં તો ઘાતક પરિણામ આવશેઃ પુતિન

નવી દિલ્લી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૪મો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે અને રશિયન હુમલા બાદ યુક્રેનની સ્થિતિ બગડી રહી છે. તો બીજી તરફ અમેરિકા અને બ્રિટન સહિતના ઘણા દેશો રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં સતત વધારો કરી રહ્યા છે.

આ સાથે ઘણા દેશો યુક્રેનને મદદ પણ કરી રહ્યા છે. યુદ્ધના લીધે વધતા પ્રતિબંધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન યુનિયન અને નાટો દેશોને ચેતવણી આપી છે. જેમાં કહ્યું છે કે પશ્ચિમી દેશો યુક્રેનને ઘાતક હથિયારો મોકલી રહ્યા છે.

રશિયાએ કહ્યું કે હથિયારોનો સપ્લાય બંધ કરો, નહીં તો ઘાતક પરિણામ આવશે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ હવે વિશ્વયુદ્ધમાં પરિણમે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ખુલીને યુક્રેનને સમર્થન આપ્યા બાદ હવે પશ્ચિમી દેશો તેમને છુપી રીતે મદદ પણ કરી રહ્યા છે.

જેથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન યુનિયન અને નાટો દેશોને ચેતવણી આપી છે. જેમાં પુતિને કહ્યું છે કે યુક્રેનને મદદ કરવા માટે પશ્ચિમી દેશો ઘાતક હથિયારો મોકલી રહ્યા છે. ત્યારે પુતિને કહ્યું છે કે હથિયારોની સપ્લાય બંધ નહીં થાય તો ઘાતક પરિણામ માટે તૈયાર રહેજાે.

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ રશિયાને નબળું પાડશે. પરંતુ આ યુદ્ધ સમગ્ર વિશ્વને મજબૂત કરશે. વધુ તેમણે કહ્યું કે પુતિન યુક્રેનમાં ક્યારેય નહીં જીતે. યુક્રેન પર આક્રમણ કર્યા બાદ રશિયાને એક બાદ એક ઝટકો લાગી રહ્યો છે. ત્યારે અમેરિકાએ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધની સાથે જ રશિયા પાસેથી ઊર્જાની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું છે કે વ્લાદિમીર પુતિનના દર્દને વધુ વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. યુદ્ધની વચ્ચે, US અને બ્રિટને રશિયન તેલ અને ગેસની આયાત પર પ્રતિબંધો લાદ્યા છે. આ પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે આના કારણે તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય બંધ કરી દેશે અને યુરોપમાં ગેસ સપ્લાય પણ બંધ કરી દેવામાં આવશે.

સતત ૧૪ દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના બેફામ હુમલાથી યુક્રનની સ્થિતિ અતિ ખરાબ થઈ ચૂકી છે.. બંને દેશો વચ્ચે અત્યાર સુધી ત્રણ રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ તે અનિર્ણિત રહી છે. જાે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના રાષ્ટ્રપતિ રશિયા સાથે વાતચીત કરી શાંતિ માટે અપીલ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.