Western Times News

Gujarati News

હવે યુક્રેને NATOના સભ્યપદનો મોહ છોડ્યો

નવી દિલ્લી, રશિયા અને યુક્રેન વચ્ચે ૧૪ દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે સંઘર્ષ સતત તીવ્ર બની રહ્યો છે. તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડને મંગળવારે કહ્યું કે, રશિયા ક્યારેય પણ સમગ્ર યુક્રેનને નિયંત્રિત કરી શકશે નહીં. રાષ્ટ્રપતિ પુતિન માટે યુદ્ધ “ક્યારેય જીત નહીં બની શકે.” જાેકે, અમેરિકાને નજરઅંદાજ કરતા રશિયાએ યુક્રેન પર પોતાનું આક્રમક વલણ હજુ પણ યથાવત રાખ્યું છે.

યુક્રેનની સરકારે માનવાવાદી કોરિડોર કે જે, મોસ્કોએ મારિયુપોલના પોર્ટમાં ઘેરાયેલા રહેવાસીઓને બહાર નીકળવા માટે ખોલવાનું વચન આપ્યું હતું, તેના પર ગોળીબાર કરવાનો રશિયન સેના પર આરોપ મૂક્યો હતો.

યુનાઇટેડ નેશન્સ અનુસાર, ૧૩ દિવસથી ચાલતા સંઘર્ષના તમામ મહત્વના પાસાઓ અહીં અમે જણાવવા જઇ રહ્યા છીએ. જેના કારણ ૨ મિલિયનથી વધુ શરણાર્થીઓ યુક્રેનથી પાડોશી દેશોમાં ભાગી ગયા છે. યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને મંગળવારે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાં રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ સંઘર્ષ વધ્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “જણાવતા આનંદ થાય છે કે, અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં સફળ રહ્યા છીએ. તેઓ હાલ પોલ્ટાવા જવા રવાના થયા છે, જ્યાંથી તેઓ પશ્ચિમ યુક્રેન જવા માટે ટ્રેનમાં જશે. તેમને ઘરે લાવવા માટે #OperationGanga હેઠળની ફ્લાઇટ્‌સ તૈયાર કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ યુક્રેનિયન પેરામિલિટ્રી ફોર્સમાં તમિલનાડુના કોઇમ્બતુરના વિદ્યાર્થીની સંડોવણીની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, ૨૧ વર્ષીય યુવક રશિયાની સેના સામે લડવા માટે પેરામિલિટ્રીમાં જાેડાયો છે. યુદ્ધના કારણે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાંથી ભાગી રહ્યા હોવાથી કોઇમ્બતુરનો સૈનિકેશ રવિચંદ્ર યુક્રેનિયન સેનામાં જાેડાવા ત્યાં જ રોકાયો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીએ જણાવ્યા અનુસાર, તેઓ હવે નાટોના સભ્યપદ માટે રાજી નથી. આ જ મુદ્દો છે કે, રશિયા યુદ્ધ સુધી પહોંચી ગયું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, ૨૪ ફેબ્રુઆરીના રોજ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્વતંત્ર જાહેર કરેલા બે પ્રદેશો મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છે. રશિયાએ યુક્રેન પર હોસ્પિટલો-એમ્બ્યુલન્સ પર હુમલાઓ વધુ આક્રમક બનાવ્યા છે.

યુએન એજન્સી અનુસાર, ૨૪ ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણની શરૂઆતીથી આરોગ્ય સેવાઓ પર થયેલા ૧૬ હુમલામાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા છે. યુક્રેન પર આક્રમણથી અમેરિકા પણ સતત નારાજગી વ્યક્ત કરી રહ્યું છે અને રશિયા પર અનેક પ્રતિબંધો લગાવી રહ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડને મંગળવારે જાહેરાત કરી કે,”અમે રશિયન તેલ અને ગેસ અને એનર્જીની આયાત પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ. અમેરિકન લોકો રાષ્ટ્રપતિ પુતિનને હવે વધુ એક ઝટકો આપશે.” ન્યૂઝ એજન્સી છહ્લઁના જણાવ્યા અનુસાર, ગેસના ભાવમાં પહેલાથી જ વધારો થવાની સંભાવના હોવા છતા ડેમોક્રેટ્‌સ દ્વારા બાઇડેનના હાથે દબાણ કરવા માટે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

યુક્રેનમાં ભારતીય મિશને મંગળવારે જણાવ્યું હતું કે, તેમણે યુદ્ધગ્રસ્ત દેશમાં માયકોલાઇવ બંદર પર ફસાયેલા ૭૫ ભારતીય ખલાસીઓમાંથી ૫૨ને બહાર કાઢ્યા છે. બાકીના ૨૩ ખલાસીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલું છે. ગઇકાલે મિશન દ્વારા તૈયાર કરવામાં આવેલી બસોએ ૨ લેબનીઝ અને ૩ સીરિયન સહિત કુલ ૫૭ ખલાસીઓને બહાર કાઢ્યા હતા.

ઉલ્લેખનીય છેકે, ૨૬ ફેબ્રુઆરીથી શરૂ કરાયેલ ઓપરેશન ગંગા હેઠળ ભારત તેના ૧૭,૧૦૦થી વધુ નાગરિકોને ૮૩ ફ્લાઇટમાં ભારત પરત લાવ્યું છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, રૂટની મર્યાદાના કારણે ૨૩ ખલાસીઓનું સ્થળાંત અટક્યું હતું.

મિશન તેમની વાપસી માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. યુએનના માનવાધિકાર અધિકારીએ ચેતવણી આપી છેકે, સશસ્ત્ર દળો વિશેની નકલી માહિતી ફેલાવવા માટે સખત સજાની મંજૂરી આપતો નવો રશિયન કાયદો રશિયામાં ચિંતાગ્રસ્ત માહોલ પેદા કરી રહ્યો છે.

માનવ અધિકાર પરિષદના હાઇ કમિશન મિશેલ બેચલેટ જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ માહોલમાં યુદ્ધ વિરોધી પ્રદર્શન કરવા બદલ લગભગ ૧૨,૭૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મીડિયાએ માત્ર સત્તાવાર માહિતી અને શરતોનો ઉપયોગ કરવો જરૂરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.