Western Times News

Gujarati News

ડાકોરના મેળા માટે ST નિગમ દોડાવશે ૫૦૦થી વધુ બસો

અમદાવાદ, હોળીના તહેવારને લઈ એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હોળીના તહેવારને લઈ લોકો પોતાના ગામડે જતા હોય છે.ત્યારે પ્રવાસીઓને પોતાના વતન સુધી પહોંચવા માટે સારી સુવિધા મળી રહે તે માટે, વધારાની ૫૦૦ બસ દોડાવવામાં આવશે. સૌથી વધુ ટ્રાફિક પંચમહાલ તરફનો હોય છે.

ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, સુરતથી દાહોદ,ઝલોદ,સંતરામપુર, ગોધરા તરફ જવા માટે વધારાની બસ દોડાવવામાં આવશે.અન્ય જિલ્લામાંથી પણ પ્રવાસીઓનો ધસારો વધશે તો એક્સ્ટ્રા સંચાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ જણાવ્યું હતું કે, પંચમહાલ અને રાજસ્થાનના લોકો હોળીનો તહેવારની ઉજવણી ધામધૂમથી કરવા માટે પોતાના ગામડે જાય છે.એક્સ્ટ્રા સંચાલન કરવા માટે ૫૦૦ બસ દોડાવશે. ૧૪ થી ૧૮ માર્ચ દરમિયાન વધારાની બસ દોડાવાશે.

જાે કે ચાલુ વર્ષે કોરોના કેસ ઘટી ગયા છે.અને છુટછાટ પણ મળી રહી છે. જેના કારણે ડાકોર મેળામાં અને હોળીના તહેવારમાં પ્રવાસીઓની સંખ્યા વધવાનું અનુમાન છે. હોળીના તહેવાર માટે તો વધારાની બસ દોડાવવામાં આવશે.પરંતુ ડાકોરના મેળા માટે પણ વધારાની ૪૦૦ બસ દોડાવશે. ૧૪થી ૧૮ માર્ચ દરમિયાન વધારાની બસ દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જાેકે, ગત વર્ષે હોળીના તહેવારમાં ૨૮૩૬ ટ્રીપ ચલાવવામાં આવી હતી. જેમા ૧.૯૩ કરોડની આવક એસટી નિગમને થઈ હતી. હોળીના તહેવારને લઈ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જેનું બુકીંગ શરૂ થઈ ગયું છે.

સાથે હવે બસનું પણ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે જેના કારણે પ્રવાસીઓને પોતાના વતન પહોંચવા માટે સરળતાથી બસ કે ટ્રેન મળી રહેશે.અને લોકો પણ હોળીનો તહેવાર ધામધૂમથી કરવા માટે રાહ જાેઈ રહ્યા છે કારણ કે કોરોના કારણે છેલ્લા બે વર્ષથી તો તમામ તહેવારો ગાઈડલાઈન સાથે ઉજવવા પડ્યા છે પરંતુ હોળી પહેલા કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જેના કારણે લોકો હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.