Western Times News

Gujarati News

ગોવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, મણિપુરમાં કોણ મારશે બાજી

નવીદિલ્લી, યૂપી, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સહિત દેશમાં કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. જેમાં હાલ ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા મેળવવા માટે કાંટાની ટક્કર જાેવા મળી રહી છે. તો બીજી તરફ મણિપુરમાં કોને મેજિક ફિગર મળે છે તે આગામી સમયમાં મતગણતરીથી સ્પષ્ટ થશે. પરંતુ હાલ મણિપુરમાં ભાજપ ટ્રેડિંગમાં આગળ ચાલી રહ્યું છે.

મણિપુરમાં ઉલટફેર થશે કે પછી કોંગ્રેસ પક્ષની વાપસી થશે કે ભાજપ સત્તા જાળવી રાખશે તે જાેવાનું રસપ્રદ રહેશે. ૨૮ ફેબ્રુઆરી અને ૫ માર્ચના રોજ બે તબક્કામાં ૬૦ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં હાલમાં ભાજપની ગઠબંધન સરકાર છે અને તેનો પ્રયાસ સત્તા પર પોતાની પકડ જાળવી રાખવાનો છે, જ્યારે કોંગ્રેસ ફરીથી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે.

મણિપુરમાં ૬૦ વિધાનસભા બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો જાદુઈ આંકડો ૩૧ સીટોનો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બહુમતી જીતીને મણિપુરમાં સરકાર બનાવી હતી. હવે ભાજપ સતત બીજી વખત સરકાર બનાવવામાં સફળ રહેશે કે કેમ તેના પર સૌની નજર છે.

બીરેન સિંહ મણિપુરમાં બીજેપીના પહેલા સીએમ છે. મણિપુરમાં ૫ વર્ષ પહેલા ૨૦૧૭માં થયેલી ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવીને એન બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ૨૦૧૭માં તેઓ હિંગાંગ વિધાનસભા સીટ જીતીને ધારાસભ્ય બન્યા હતા.

તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી છે. મણિપુરની મુખ્ય બેઠકો અને ઉમેદવારોમાં હાલના સીએમ એન બિરેન સિંહની હિંગાંગ સીટ, કોંગ્રેસના ઓકરામ ઈબોબી સિંહની થોબલ સીટ, બીજેપીના થોંગમ બિસ્વજીત સિંહની થોંગજુ સીટ, બીજેપીના ઓકરામ હેનરીની વાંગખેઈ સીટ, કાૅંગ્રેસની ગાઈખાંગમની નુંગબા સીટ, બીજેપી.

કોંગ્રેસને ફરી લાગશે ઝટકો કે પછી ભાજપ ફરી લહેરાવશે ભગવો તે જાેવું પણ રસપ્રદ બની રહેશે. ગોવા વિધાનસભામાં કુલ ૪૦ બેઠકો માટે મેદાનમાં રહેલા ૩૦૧ ઉમેદવારોના ભાવિનો ર્નિણય આજે થશે. શરૂઆતી ટ્રેન્ડ મુજબ ગોવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી રહી છે.

ગોવામાં વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ સરકાર ભાજપ દ્વારા બનાવવામાં આવી હતી. તે સમયે ગઠબંધન સરકારની રચના કરવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.