Western Times News

Gujarati News

યુક્રેન-રશિયા યુદ્ધથી મોંઘવારી વધીઃ ઘઉંથી લઈને ખાદ્યતેલ મોંધુ થઈ રહ્યું છે,પ્રજા મુશ્કેલીમાં

નવીદિલ્હી, ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુક્રેન-રશિયા યુદ્ધ ૧૪ દિવસથી ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે. આ યુદ્ધને કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલનો ભાવ ૧૪૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે છેલ્લાં ૧૪ વર્ષમાં ઓલ ટાઈમ હાઈ ભાવ છે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધવાની શક્યતા છે.

આ સિવાય ડોલર સામે રૂપિયો પણ સૌથી નબળી સ્થિતિમાં પહોંચી ગયો છે. અત્યારે ૧ ડોલરની કિંમત રૂ, ૭૭ને પાર થઈ ગઈ છે. આ સંજાેગોમાં પણ મોંઘવારી વધી શકે છે. આ સિવાય નેચરલ ગેસ મોંઘો થવાથી આવનારા દિવસોમાં એલપીજી સીએનજીના ભાવ પણ વધી શકે છે. એ ઉપરાંત મેટલની કિંમતમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન અમે તમને જણાવીએ છીએ કે આ મોંઘવારીને કારણે સામાન્ય જનતાને શી અસર થશે. સૌથી પહેલા આપણે જાણીએ ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે તમને શી અસર થશે?

રશિયા ઓઈલ અને નેચરલ ગેસનું એક મેજર પ્રોડ્યુસર છે. યુરોપિયન યુનિયનના નેચરલ ગેસ ઈમ્પોર્ટના લગભગ ૪૦% સપ્લાય રશિયા કરે છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાથી પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે. એને કારણે ટ્રાન્સપોર્ટ વધી જશે અને એને કારણે ખાણી-પીણીનો સામાન મોંઘો થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ ૧૪૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે ૧૪ વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે.

આ સિવાય યુક્રેન-રશિયા યુદ્ધને કારણે નેચરલ ગેસ સપ્લાય ચેઈનને પણ નુકસાન થયું છે. દુનિયાના કુલ નેચરલ ગેસ ઉત્પાદનમાં ૧૭% હિસ્સો રશિયાનો છે. આ સંજાેગોમાં યુક્રેન-રશિયા વિવાદથી પણ ગેસ સપ્લાય પ્રભાવિત થઈ શકે છે. એને કારણે વૈશ્વિક સ્તરે ગેસની અછત સર્જાઈ શકે છે અને આગામી દિવસોમાં સીએનજી અને એલપીજીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦-૧૫નો વધારો આવી શકે છે.

રશિયા-યુક્રેનના કારણે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં અત્યારસુધી કોપર, ઝિંક, નિકલ, લેડ અને એલ્યુમિનિયમ જેવા બેઝ મેટલના ભાવ સ્થાનિક બજારમાં ૨૦૧ સુધી વઘી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એમાં ૩૦૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. એને કારણે ઈલેક્ટ્રોનિક્સ, વ્હાઈટ ગુડ્‌સ અને વાસણ સહિત ઘણી વસ્તુઓ મોંઘી થઈ જશે. ઈલેક્ટ્રિક વાહનોમાં આ દરેક મેટલ્સનો ઉપયોગ થાય છે.

આ સિવાય સોના અને ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન એટલે કે માત્ર ૧૩ દિવસમાં સોનાનો ભાવ ૫૧,૫૦૦થી વધીને ૫૪ હજાર થયો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનાનો ભાવ ૫૬ હજાર સુધી પહોંચી શકે છે.

આ સિવાય ચાંદીની વાત કરીએ તો એનો કિલોદીઠનો ભાવ ૬૭ હજારથી ૭૧ હજાર થઈ ગયો છે. આગામી સમયમાં ચાંદીનો ભાવ ૮૫ હજાર સુધી પહોંચવાની શક્યતા છે. એલ્યુમિનિયમ, નિકલ અને તાંબાનો ભાવ પણ વધાવીન શક્યતા છે.

રશિયા અને યુક્રેન દુનિયામાં ઘઉંના સૌથી મોટા નિકાસકારો છે. રશિયા દુનિયામાં ઘઉંની નિકાસ કરવામાં નંબર ૧ છે, જ્યારે યુક્રેન પાંચમા ક્રમનું સૌથી મોટું ઘઉંનું નિકાસ કરતું સેન્ટર છે. કઝાકિસ્તાન, જાેર્જિયા, તુર્કી, ઈજિપ્ત અને પાકિસ્તાન ટોપ ૫ દેશ છે જેઓ ઘઉંની આયાત કરે છે, જ્યારે યમન, લિબિયા અને લેબનાન જેવા દેશ, જેઓ પહેલેથી જ યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છે તેઓ તેમના ઘઉં માટે યુક્રેન પર આધારિત છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રૂપિયા પર પ્રેશર ઊભું થયું છે અને એનું પરિણામ એ આવ્યું છે કે ડોલરની સરખામણીએ રૂપિયો વધારે નબળો થયો છે. અત્યારે ૧ ડોલરની કિંમત ૭૭ રૂપિયાને ક્રોસ થઈ ગઈ છે. આ સંજાેગોમાં મોંઘવારી વધશે. ડોલર મજબૂત થવાને કારણે પેટ્રોલ-ડીઝલથી લઈને વિદેશમાં અભ્યાસ કરવાનું પણ મોંઘું થઈ શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં ડોલર રૂ. ૮૦ સુધી પણ પહોંચી શકે છે.સનફ્લાવર તેલના મુદ્દે ભારત સંપૂર્ણ રીતે રશિયા અને યુક્રેન પર આધારિત છે.

ભારતમાં સનફ્લાવર ઓઈલની કુલ આયાતના ૯૦ ટકા આ બંને દેશમાં આવે છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દેશમાં સનફ્લાવર ઓઈલનો સપ્લાય ઘટી ગયો છે. પરિણામે, સનફ્લાવર ઓઈલના વપરાશકર્તાઓ હવે પામ અથવા સોયા ઓઈલ તરફ વળ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જ સનફ્લાવર ઓઈલની કિંમતમાં રૂ. ૧૦થી ૩૫ ટકા સુધીનો વધારો આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.