રાજ્યમાં માસ્ક ન પહેરનારા પાસેથી ૨૫૦ કરોડ વસૂલાયા
અમદાવાદ, કોરોના મહામારીથી બચવા માટે સરકારે સમગ્ર રાજ્ય અને દેશમાં માસ્ક ફરજિયાત કર્યું હતુ. ગુજરાતમાં કોરોનાના આ બે વર્ષના કપરાકાળમાં માસ્ક ન પહેરવા પર ૨૫૦ કરોડનો દંડ વસૂલાયો છે.
ગુજરાત સરકારે ગૃહમાં આપેલ માહિતી અનુસાર પોલીસે બે વર્ષમાં ૨૪૯ કરોડ ૯૦ લાખ ૬૧ હજાર ૨૦ રુપિયાનો દંડ વસૂલ્યો છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર ૩૬,૨૬,૫૭૨ વ્યક્તિઓ પાસેથી આ ૨૫૦ કરોડનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે.
આ સિવાય ગૃહ વિભાગે વિધાનસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે સ્થળ પર દંડ ન ભરનાર ૫૨,૯૦૭ વ્યક્તિઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
સંભવિત રીતે રાજ્યમાં સૌથી વધારે દંડ અમદાવાદવાસીઓએ ભર્યો છે. સૌથી વધુ ૭ લાખ ૭૩ હજાર ૯૩૮ અમદાવાદ જીલ્લાના લોકો માસ્ક ન પહેરવા બદલ દંડાયા છે. માસ્ક ન પહેરીને અમદાવાદવાસીઓએ કુલ ૫૯,૮૫.૭૪,૬૫૦ રુપિયા દંડ ભર્યો છે.SSS