Western Times News

Gujarati News

મોટા સપનાની સાથે દેશને આગળ વધારવો છે: મોદી

નવી દિલ્હી, આજે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ભાજપે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં મોટી જીત મેળવી સત્તામાં વાપસી કરી છે. ઉત્તર પ્રદેશમાં તો ભાજપે ઈતિહાસ રચી દીધો છે. ભાજપને યુપીમાં ૨૭૦ જેટલી સીટો મળી રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના કાર્યાલય પર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છે.

પીએમ મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે યુપીમાં બીજીવાર આટલી મોટી જીત ખુબ મોટી વાત છે. પીએમ મોદીએ કહ્યુ કે, ઉત્તરાખંડમાં પણ ભાજપે ઈતિહાસ રચ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ગોવામાં તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ કે, કાર્યકર્તાઓએ ખુબ મહેનત કરી છે. કાર્યકર્તાઓએ પોતાનું વચન પાળ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, આપણે જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા. તેમણે કહ્યું કે, કાર્યકર્તાઓની મદદથી ભાજપે વિજયી ચોગ્ગો ફટકાર્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશે દેશને અનેક પ્રધાનમંત્રી આપ્યા છે, પરંતુ ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર મુખ્યમંત્રી બીજીવાર જીત્યા હોય તેવું પ્રથમ ઉદાહરણ છે. યુપીમાં ૩૭ વર્ષ બાદ કોઈ પાર્ટીએ સતત બીજીવાર સરકાર બની છે.

પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં આગળ કહ્યુ કે, સરકારની યોજનાઓ અને નીતિઓ પર મતદાતાઓએ મહોર લગાવી છે. અમે યોજનાઓની ડિલીવરી સિસ્ટમને મજબૂત કરી છે. ગરીબોના ઘર સુધી તેનો ફાયદો પહોંચશે નહીં ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી.

યોજનાઓને ગરીબો સુધી ૧૦૦ ટકા સુધી પહોંચાડવા માટે ખુબ હિંમતની જરૂર પડી, પરંતુ અમે કરી દેખાડ્યું છે. અમારૂ સૌભાગ્ય છે કે મહિલાઓ, પુત્રીઓએ ભાજપને મત આપ્યા છે. સ્ત્રી શક્તિ ભાજપની સારથી બની છે. પીએમ મોદીએ જણા્‌યુ કે, જ્યાં જ્યાં પાર્ટી ઉમેદવારોનેજીત મળી, ત્યાં મહિલાઓ અને દિકરીઓના મત વધુ મળ્યા. પીએમ મોદીએ કહ્યુ કે, માતા-બહેનો સતત ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ કે, હું પંડિતોને કહેવા ઈચ્છુ છું કે યુપીની જનતાને જાતિવાદી નજરથી જાેવાનું બંધ કરે. કેટલાક લોકો યુપીને તે કહીને બદનામ કરે છે કે ત્યાં માત્ર જાતિ ચાલે છે. પરંતુ રાજ્યની જનતાએ ૨૦૧૪, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૨માં માત્ર અને માત્ર વિકાસવાદની રાજનીતિને પસંદ કરી છે.

પીએમ મોદીએ કહ્યુ કે, ૨૦૧૯માં અમે બીજીવાર જીતીને આવ્યા તો કેટલાક જ્ઞાનિઓએ કહ્યુ હતુ કે આ તો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીથી નક્કી હતુ કે લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતશે. એટલે કે ૨૦૨૨ની ચૂંટણીએ ૨૦૨૪નું પરિણામ નક્કી કરી દીધુ છે.

તો પંજાબ ચૂંટણી પરિણામને લઈને પીએમ મોદીએ કહ્યુ કે, ભાજપ એક શક્તિના રૂપમાં ઉભરી છે. સરહદી રાજ્ય હોવાને નાતે અલગાવવાદી રાજનીતિથી સતર્ક રાખવા માટે ભાજપના કાર્યકર્તા જીવની બાજી લગાવી દેશે. મહત્વનું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીને જીત મળી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો છે.

તેમણે કહ્યું કે, આ યુદ્ધની અસર દુનિયા પર પડી રહી છે. ભારત આ મામલામાં શાંતિ ઈચ્છે છે. પરંતુ આ યુદ્ધથી ભારતની આર્થિક સ્થિતિ પર પણ અસર પડી રહી છે. કાચા તેલથી લઈને કોલસા અને ગેસ વગેરેમાં કલ્પનાથી વધારે ઉછાળ આવી રહ્યો છે. યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી વધી રહી છે.

તેમણે કહ્યું કે, આ તમામ મુશ્કેલી વચ્ચે આ વખતના બજેટ પર નજર કરીએ તો દેશ આર્ત્મનિભરની ભાવના પર આગળ વધી રહ્યો છે. હું માનુ છું કે આ ઉથલ-પાથલ ભરેલા માહોલમાં ભારતની જનતાએ વિશેષ કરીને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ પોતાની દૂર દ્રષ્ટિનો પરિચય આપ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘આજે ઉત્સાહ અને ઉત્સવનો દિવસ છે. આ ઉત્સવ ભારતના લોકતંત્ર માટે છે. હું ચૂંટણીમાં ભાગ લેનારા તમામ મતદાતાઓને શુભેચ્છા આપુ છું. તેમના ર્નિણય માટે મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આપણી માતાઓ બહેનો અને યુવાઓએ જે રીતે ભાજપનું સમર્થન કર્યુ છે. તે ખુબ મોટો સંદેશ છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સે આગળ આવીને મતદાનમાં ભાગ લીધો અને ભાજપની જીત નક્કી કરી.’SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.