ભગવંત માન ૧૬ માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લેશે

ચંડીગઢ, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જાેરદાર જીત બાદ આપના પંજાબના સીએમ ઉમેદવાર ભગવંત માન ૧૬ માર્ચે શપથ લેશે. તેમણે શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું છે. તેઓ કેજરીવાલ સાથે ૧૩ માર્ચે અમૃતસરમાં રોડ શો પણ કરશે.
ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેજરીવાલ સાથે માનની આ પ્રથમ મુલાકાત છે. આપ નેતા રાઘવ ચઢ્ઢા, જેઓ પાર્ટીના પંજાબ મામલાની દેખરેખ રાખી રહ્યા છે, તેઓ પણ આ બેઠકમાં હાજર હતા.
આમ આદમી પાર્ટીએ ૧૧૭ વિધાનસભા બેઠકોમાંથી ૯૨ બેઠકો પર જીત મેળવી છે. ભગવંત માન પંજાબની ધુરી બેઠક પરથી ૫૮,૨૦૬ મતોના જંગી માર્જિનથી જીત્યા છે.HS