Western Times News

Gujarati News

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની એકાએક તબિયત બગડી

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સ્વાસ્થ્ય સંબંધિત તબીબી તપાસ માટે હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં ગયા છે. તબીબે ત્યાં મુખ્યમંત્રીના હાર્ટને લગતો એન્જીયોગ્રામ ટેસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા બે દિવસથી તેના ડાબા હાથમાં ખેંચ છે. ડોક્ટરે તેને તપાસ્યા હતા.ત્યાર બાદ કહ્યું કે, મુખ્યમંત્રી સ્વસ્થ છે.

યશોદા હોસ્પિટલના ડોક્ટર એમવી રાવના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી કેસીઆરનો હાર્ટ સંબંધિત એન્જીયોગ્રામ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કંઈ ખોટું નથી. તેના ડાબા હાથ અને ડાબા પગમાં તાણ આવવાથી તે પરેશાન હતો, તેની તબિયત સારી છે. સાવચેતી માટે થોડા વધુ પરીક્ષણો કરવામાં આવશે. તમામ રિપોર્ટ આવ્યા બાદ તેમને આગળના સૂચનો આપવામાં આવશે. મુખ્યમંત્રી કેસીઆર દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેમના સ્વાસ્થ્યની તપાસ માટે આવે છે.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રાજ્યની વિધાનસભામાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, નોકરીની શોધમાં રહેલા બેરોજગાર લોકોને નોકરી આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ટૂંક સમયમાં જ ૯૧ હજાર ૧૪૨ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

સીએમ કે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, આજથી નોકરીઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. સીએમએ કહ્યું કે, ૮૦,૦૯૩ નોકરીઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને અન્ય ૧૧,૧૦૩ કોન્ટ્રાક્ટ નોકરીઓ નિયમિત કરવામાં આવશે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ૯૫ ટકા પોસ્ટ સ્થાનિક લોકો માટે છે જ્યારે માત્ર ૫ ટકા જ બહારના લોકો માટે હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.