વસ્તી છે ત્યાં રોડ બનતા નથી અને નિર્જન વિસ્તારમાં રસ્તો બની ગયો
અણખોલના નિર્જન વિસ્તારમાં રસ્તો બનાવાતા વિજિલન્સ તપાસની માંગ
વુડા દ્વારા ભાયલી, સેવાસી, બીલમાં નિર્જન વિસ્તારમાં બનેલા ૧૭ રોડની વિજિલન્સ તપાસની માગ
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના જ કોર્પોરેટર અને બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે છાણી વિસ્તારમાં ખેતરોમાં રસ્તો બનાવવામાં આવતાં તેમજ ટીપી પમાં ગોરવા અંકોડીયામાં પણ આ જ રીતે ૧૮ મીટરનો રસ્તો બનાવી દેવામાં આવતા હજુ તેનો વિવાદ શમ્યો નથી ત્યારે વુડા દ્વારા અણખોલ ગામે નિર્જન વિસ્તારમાં રસ્તો બનાવી દેતા ફરી એકવાર વિવાદ સાથે રાજકીય ચર્ચાનો મુદ્દો બન્યો છે.
મ્યુનિસીપલ કોર્પોરેશનના વિરોધપક્ષના નેતાએ અણખોલ ટી.પી. રપ અને વાઘોડિયા ચોકડી પાસે ગુરુકુલની આસપાસના નિર્જન વિસ્તારમાં જે રીતે રસ્તા બનાવી દેવામાં આવ્યા છે તે માટે વિજિલન્સની તપાસની માગણી કરી છે.
વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું કે, વડોદરા શહેરનો આડેધડ વિકાસ થઈ રહ્યો છે, જયાં માનવ વસ્તી છે ત્યાં રસ્તો બનાવવા માટે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના પગથિયા ઘસી નાંખ્યા છતાં રોડ બનાવવામાં આવતો નથી અને જયાં માનવ વસ્તી નથી ત્યાં બિલ્ડર લોબીને ધ્યાનમાં રાખીને રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.
શહેરમાં સંખ્યાબંધ સોસાયટી, એપાર્ટમેન્ટ બન્યા છે ત્યાં પાકા રસ્તા બનાવવામાં આવતા નથી અને જયાં રસ્તા બનાવવામાં આવ્યા છે ત્યાં ચારથી પાંચ વર્ષ સુધી કોઈ રહેવા જનાર નથી એવા નિર્જન વિસ્તારમાં રસ્તા બનાવી દેવામાં આવે છે. થોડા દિવસ પહેલાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાયલી ટી.પી.પમાં બનાવેલ નિર્જન વિસ્તારમાં બનાવેલ રસ્તા સહિત ૧૭ રસ્તાઓની વિજિલન્સ તપાસની માંગણી કરી હતી.
છાણી વિસ્તારમાં ભાજપના જ કોર્પોરેટર અને બિલ્ડર પરાક્રમસિંહ જાડેજાના પ્રેશરથી નિર્જન વિસ્તારમાં ખેતરોની વચ્ચે રસ્તો બનાવી દેવામાં આવતા ભારે વિરોધ સર્જાયો હતો તે રીતે વુડાએ ટી.પી. રપમાં બે મુખ્ય રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે જેમાં એક રસ્તો ખેતરોમાંથી પસાર થઈ રહ્યો છે
જયારે બીજાે રસ્તો તળાવની પાળ પાસે પૂરો થાય છે જેથી વિપક્ષી નેતા અમી રાવતે આ બંને રસ્તાઓ લાખો રૂપિયાના ખર્ચે બનાવી દેતા જે માટે વિજિલન્સની તપાસની માગણી કરી છે.