Western Times News

Gujarati News

આમોદ મામલતદારે સરભાણ – માતર વચ્ચેથી રેતી ભરેલું ઓવરલોડ ડમ્પર જપ્ત કર્યું

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ મામલતદારે ગતરોજ રાતના સમયે રેતી ભરેલું ઓવરલોડ ડમ્પર જપ્ત કરી આમોદ મામલતદાર કચેરીમાં મૂકી દીધું હતું.ત્યારે ઓવરલોડ ડમ્પરો ચલાવીને સરકારની રોયલ્ટીને નુકશાન પહોંચાડતા તત્વોમાં મામલતદારના કડક વલણથી ફફડાટ ફેલાઈ ગયો હતો.

આમોદ તાલુકાના સરભાણ અને માતર ગામની વચ્ચે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પસાર થતું હતું જે બાબતે આમોદ મામલતદાર ડૉ.જે.ડી. પટેલને જાણ થતાં તેમણે ૪૬ ટન રેતી ભરેલું ડમ્પર નંબર ય્ત્ન ૦૫ મ્ઠ ૬૦૭૮ જપ્ત કરી ભરૂચ ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ત્યારે આમોદ મામલતદારની કડક કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.એક તરફ ભરૂચના સાસંદ મનસુખભાઈ વસાવાએ ભૂમિ માફિયાઓ સામે બાયો ચઢાવી છે ત્યારે હવે વહીવટી તંત્રએ પણ રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ત્યારે હવે જાેવું રહ્યું કે ભરૂચનું ખાણ ખનીજ વિભાગ કેટલો દંડ ફટકારે છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.