જીત માટે પુતિન ગમે તે હદે જશે: પૂર્વ રશિયન જાસૂસનો દાવો
મોસ્કો, રશિયાની એક પૂર્વ મહિલા જાસૂસે ચેતવણી આપી છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર કબ્જો કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.
રશિયાની પૂર્વ જાસૂસ આલિયા રોજા અને પુતિનને એક જ મિલિટરી પ્રોગ્રામ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી હતી.હાલમાં આલિયા રોજા અમેરિકામાં રહે છે અને તે પણ 15 મિલનયન પાઉન્ડના બંગલામાં.તે એક ફેશન બિઝનેસ ચલાવે છે.
આલિયા એક હાઈ રેન્ક રશિયન મિલટરી જનરલની પુત્રી છે.તે એક જાસૂસ તરીકે કામ કરતી હતી અ્ને પોતાના દેશના દુશ્મનોને ફોસલાવી પટાવીને તેમની પાસેથી જાણકારી મેળવતી હતી.
આ દરમિયાન એક વખત તે જેની જાસૂસી કરતી હતી તેના પ્રેમમાં પણ પડી હતી.હવે આલિયાનુ કહેવુ છે કે, મારા મિત્રો અને પરિવાર રશિયામાં રહે છે અને તેમની મને ચિંતા છે.
આલિયાએ કહ્યુ હતુ કે , પુતિન કોઈ પણ પ્રકારની તનાવપૂર્ણ સ્થિતિમાં શાંત રહી શકે છે.કારણકે અમને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી.પુતિન હંમેશા જીતતા રહ્યા છે.તે યુધ્ધ હારે તે તેમને પોસાય તેમ નથી.આમ યુધ્ધ જીતવા તેઓ ગમે તે હદે જશે.
પૂર્વ જાસૂસના મતે પુતિનની રણનીતિ સ્પષ્ટ છે કે, નાટો દ્વારા યુક્રેનમાં કોઈ જાતના હથિયાર કે રોકેટ કે મિસાઈલ તૈનાત થવા દેવા નહીં.પુતિનને કદાચ પહેલા આશા નહીં હોય કે , રશિયાના હુમલાનો યુક્રેન જવાબ આપશે અને દુનિયા યુક્રેનનો સાથ આપશે.
આ પહેલા પોતાની જાસૂસી કેરિયરમાં આલિયા માહિતી મેળવવા માટે કોલગર્લ બનવાનુ નાટક પણ કરી ચુકી છે.