Western Times News

Gujarati News

2021-22માં પીએફ પર 8.10% વ્યાજ મળશે

નવી  દિલ્હી, PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારી માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે હવે તમને 8.50%ના બદલે 8.10%ના દરે વ્યાજ મળશે. આ દર છેલ્લાં 40 વર્ષમાં સૌથી નીચો છે. 1977-78માં EPFOએ 8% વ્યાજ આપ્યું હતું.

ત્યારથી એ 8.25% કે તેથી વધુ રહ્યું છે. છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% રહ્યું છે.

1952માં PF પર વ્યાજદર માત્ર 3% હતો, જોકે ત્યાર બાદ એમાં વધારો થયો હતો. 1972માં પ્રથમ વખત એ 6%થી ઉપર પહોંચ્યો. એ 1984માં પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યો હતો. પીએફધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો.

આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. એ પછી વ્યાજદર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજદર ક્યારેય 10%ની નજીક પહોંચ્યો નથી. એ 2001થી 9.50%થી નીચે રહ્યો છે. છેલ્લાં સાત વર્ષથી એ 8.50% કે એનાથી ઓછો છે.

છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% રહ્યો છે. 2018-19માં એ 8.65% રહ્યો છે. બીજી બાજુ, જો આપણે અત્યારસુધીના સૌથી વધુ વ્યાજની વાત કરીએ તો એ નાણાકીય વર્ષ 1989-2000માં આપવામાં આવ્યું છે. PFની શરૂઆત 1952માં થઈ હતી. 1952થી 1955 સુધી 3% વ્યાજ આપવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.