Western Times News

Gujarati News

મોંઘા-બ્રાન્ડેડ દારૂના શોખ ધરાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઈ

નવી દિલ્હી, ધંધામાં ખોટ થતા દિલ્હીના ચાંદની ચોકનો એક જ્વેલર લૂંટારા બની ગયો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે તેના ચાર મિત્રો સાથે મળીને એક ગેંગ બનાવી હતી. આ પછી આ લોકોએ માર્કેટમાંથી પેમેન્ટ લઈને પરત ફરતા વેપારીઓ અને કલેક્શન એજન્ટોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. પહેલા જ બનાવમાં આ ટોળકીએ જાન્યુઆરીમાં રૂ.૨૦ લાખની લૂંટ કરી હતી.

ફેબ્રુઆરીમાં ૪૦ લાખ અને ૨જી માર્ચે જેકપોટ લાગી ગયો. કુચા ઘાસીરામની પાછળ રહેલા આ લોકોએ એક વેપારીના કલેક્શન એજન્ટ પાસેથી ૧.૧૪ કરોડ રૂપિયા લૂંટ્યા હતા. આ વખતે પણ ટોળકી ભાગી છૂટી હતી, પરંતુ મોંઘાદાટ અને બ્રાન્ડેડ દારૂની ચાર પેટી ખરીદીને પોલીસના રડારમાં આવી ગઈ.

૨ માર્ચની ઘટનાનો પર્દાફાશ કરતાં ઉત્તર જિલ્લા પોલીસે પાંચ લૂંટારુઓની ધરપકડ કરી હતી અને ૧.૨૬ કરોડ રોકડ અને ૧૦ લાખની કિંમતનું સોનું રિકવર કર્યું હતું. આરોપીઓની ઓળખ કૃષ્ણા (૨૪), બોબી (૪૭), શિવમ (૨૪), તરુણ (૨૭) અને સ્પર્શ (૨૩) તરીકે થઈ છે. ડીસીપી (ઉત્તર) સાગર સિંહે કહ્યું કે બે સ્કૂટી, એક બાઇક, બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા છે.

પોલીસે જણાવ્યું છે કે આરોપીઓમાં દિલ્હીના અલગ-અલગ વિસ્તારોના અલગ-અલગ પરિવારોના બિઝનેસમેનના પુત્રો છે. ડીસીપીએ દાવો કર્યો હતો કે ક્રિષ્ના ગુનામાં રોમાંચના ચક્કરમાં ગેંગમાં જાેડાઈ હતો.

૨ માર્ચના રોજ લૂંટના કેસમાં બે કલેક્શન એજન્ટો કુચા મહાજની પાસેથી ૧.૧૪ કરોડ રૂપિયા લઈને રોહિણી જઈ રહ્યા હતા. તેઓ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. ગેંગના સભ્યો તેમની પાછળ જ હતા તેમણે જ ટ્રાફિક જામ ખોલવામાં મદદ કરી હતી જેથી ટાર્ગેટ ઝડપથી તે સ્થળે પહોંચી શકે, જ્યાં તેઓએ તેને લૂંટવાનું કાવતરું ઘડ્યું હતું.

તેઓ વજીરાબાદ તરફ આગળ વધ્યા અને ગુરુદ્વારાની નજીક મજનુ કા ટીલા પહોંચ્યા કે ત્રણ બાઇક સવારોએ સ્કૂટીને પાછળથી ટક્કર મારી હતી. બાદમાં બંદૂકની અણીએ બેગ આંચકી લીધી.

ડીસીપીએ આરોપીઓને પકડવા માટે ત્રણ એસએચઓ અને બે એસીપીને તૈનાત કર્યા હતા. પોલીસની કેટલીક ટીમોએ ૧૦ કિમીના વિસ્તારમાં ૧૦૦થી વધુ સીસીટીવી સ્કેન કર્યા હતા. કાળા રંગની અપાચે પર ત્રણ શંકાસ્પદ જાેવા મળ્યા, જેની નંબર પ્લેટ પણ નહોતી. નિરીક્ષક અજય કુમારની આગેવાની હેઠળની ટીમે બાઇકર્સની ઓળખ કરવા માટે ઘરે-ઘરે તપાસ શરૂ કરી હતી. દરમિયાન કોન્સ્ટેબલ રમેશ અને શિવને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે એક શકમંદ દારૂની મોંઘી બોટલો ખરીદી છે. આ પછી તેઓ જ્યાં પાર્ટી માટે ભેગા થયા હતા ત્યાં રેડ કરવાનો પ્લાન બનાવ્યો.

પૂછપરછ દરમિયાન બોબીએ જણાવ્યું કે તેની ચાંદની ચોકમાં જ્વેલરીની દુકાન છે. ભારે નુકસાનને કારણે તેણે કાપડના વેપારી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને તેના પુત્ર શિવમનો મિત્ર બની ગયો. બોબી જાણતો હતો કે ઝવેરાતની દુકાનમાંથી રોકડ ક્યારે અને કેવી રીતે જશે એમ વિચારીને તેણે લૂંટનો પ્લાન બનાવ્યો. પોલીસે બધાની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાબી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.