Western Times News

Gujarati News

જી ૨૩ની બેઠકમાં સચિન પાયલોટને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માગ

Files Photo

નવી દિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા તેજ બની છે.
કોંગ્રેસમાં જી ૨૩ તરીકે ઓળખાતા નેતાઓના જૂથની એક બેઠક ગઈકાલે ગુલામનબી આઝાદના ઘરે મળી હતી.એ પછી આ ગ્રૂપે સચિન પાયલોટને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માટે માંગ કરી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

જાણકારોના કહેવા પ્રમાણે કોંગ્રેસને યુવા નેતૃત્વની જરુર છે અને જાે રાહુલ ગાંધી અધ્યક્ષ બનવાની ના પાડે તો આ પદ માટે સચિન પાયલોટ સક્ષમ દાવેદાર બની શકે છે.

પાયલોટ જમીન પર કામ કરનારા નેતા છે અને તેઓ લોકોને સાથે લઈને ચાલી શકે છે.રાજસ્થાનમાં તેમણે કોંગ્રેસને મજબૂત કરવાનુ કામ કર્યુ છે.તેમની પાસે યુવા કાર્યકરોનો સપોર્ટ પણ છે.આ સંજાેગોમાં તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવાય તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતુ અને્‌ એ પછી આ પદ પર સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે.૨૦૨૪ સુધી તેમને કાર્યકારી અધ્યક્ષ તરીકે રાખવાનો ર્નિણય લેવાયેલો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.