જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ૪૮ કલાકમાં ૭ આતંકીને ઠાર કર્યા
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સુરક્ષાદળોએ ફરી સપાટો બોલાવીને છેલ્લા ૪૮ કલાકમાં સાત આતંકીઓને ઠાળી દીધા છે તથા એક આતંકીને જીવતો પકડયો છે.
મરનારા આતંકીઓ જૈશ એ મહોમ્મદ અને લશ્કર એ તોયેબા સાથે જાેડાયેલા હોવાનુ પોલીસનુ કહેવુ છે.સુરક્ષાળો અને પોલીસે ગુરુવાર તેમ શુક્રવારની રાતે ત્રણ જગ્યાએ ૩ ઓપરેશન હાથ ધર્યા હતા.જેમાં ચાર આતંકીઓને મારી નાંખવામાં આવ્યા હતા.એક જીવતો પકડાયો હતો.
પોલીસના વડા વિજય કુમારના કહેવા પ્રમાણે ચારમાંથી બે આતંકીઓ પુલવામા જિલ્લામાં માર્યા ગયા છે.આ પૈકીનો એક આતંકી કમાલ ઉર્ફે બટ્ટ પાકિસ્તાની છે.ઉપરાંત એક આતંકી મધ્ય કાશ્મીરના ગાંદેરબલ જિલ્લામાં અને એક આતંકી ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માર્યો ગયો છે.
પોલીસના કહેવા પ્રમાણે સુરક્ષાદળોએ જૈશ એ મહોમ્મદની કમર તોડી નાંખી છે.આ પહેલા ૧૦ માર્ચે પુલાવામા જિલ્લામાં લશ્કરના બે આતંકીઓને અને શ્રીગનરમાં એક આતંકીને પણ યમસદન પહોંચાડાયો હતો. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં દારુગોળો પણ મળી આવ્યો છે.SSS