Western Times News

Gujarati News

ઘડિયા પોલીસે લિભેટ ગામેથી શંકાસ્પદ હાલતમાં ભંગાર ભરેલો ટેમ્પો ઝડપ્યો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ઝઘડીયા જીઆઈડીસીની આજુબાજુ મોટા પાયે ભંગારનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.જેના કારણે કંપનીઓ માંથી નાના-મોટા લોખંડની ચોરી પણ વધી રહી છે.

ઝઘડિયા પોલીસે આજરોજ લિંભેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેમણે એક શંકાસ્પદ હાલતમાં ભંગાર ભરેલો ટેમ્પો જાેયો હતો.પોલીસે ટેમ્પાને અટકાવતાં તેમાં બેઠેલો એક ઈસમ ત્યાંથી ભાગી ગયો હતો.ટેમ્પા ચાલક વિશાલ ગોવિંદ રાઠોડ હાલ રહેવાસી વાલીયા મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ના ને ટેમ્પામાં ભરેલા લોખંડના ટુકડા સામાન બાબતે પૂછતાં તેણે કોઈ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસ જાપ્તા સાથે તેને ઝઘડિયા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.

ટેમ્પામાં કુલ ૧૫૫ કિલો લોખંડ હોવાનું જણાવ્યું હતું. ઝઘડિયા પોલીસે ટેમ્પાચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા આધાર કાર્ડ માંગતા તથા ટેમ્પા દસ્તાવેજ માંગતા તેની પાસે મળી આવેલ નથી તથા પોલીસને જાેઈને ભાગી જનારનું નામ પુછતાં ટેમ્પા ચાલકે તેનું નામ ગિરીશ ઉર્ફે ગુરુ ગોવિંદ ભાઈ રાઠોડ જણાવ્યું હતું.

ઝઘડિયા પોલીસે ટેમ્પામાં લોખંડના સળિયાના ટુકડા તથા લોખંડના એગલ ના ટુકડા તથા ટેમ્પો મળી કુલ રૂપિયા ૧,૦૩, ૮૭૫ નો મુદ્દામાલ કબજે કર્યો. આ સામાન ચોરી અગર તો છળકપટ કે ગુનાહિત પ્રવૃત્તિ થી મેળવી હોવાનો વહેમ હોય સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.