Western Times News

Gujarati News

પગ લપસ્યો તો સીધા જ મોતના મુખમાંઃ સેલ્ફીનો ‘શોખ’ ભારે પડે તેવી કેનાલ

પ્રતિકાત્મક

જાેખમી બનતી કેનાલ: સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવે, પ્રેમીયુગલોને લૂંટી લેવાય અને લોકો સ્યુસાઇડ માટે પણ આવી જાય છે

અમદાવાદ, શહેરમાં ધમધમતા ટ્રાફિક વચ્ચે ફરવાલાયક ઘણી બધી જગ્યાઓ છે, પરંતુ જાે કુદરતી વાતાવરણની મજા લેવી હોય અને શાંતિ જાેઇએ તો અમદાવાદ ફરે આવેલી નર્મદા કેનાલ સહેલાણીઓ માટે બેસ્ટ ઓપ્શન છે. નર્મદા કેનાલને લવર્સ પોઇન્ટ, સેલ્ફી પોઇન્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે રોજ સંખ્યાબંધ પ્રેમીયુગલ અને સેલ્ફીના દીવાના લોકો આવી રહ્યા છે.

નર્મદા કેનાલ જેટલી કુદરતી સાૈંદર્યથી ભરપૂર છે તેટલી જ ખતરનાક પણ છે, કારણ કે તેને સ્યુસાઇડ પોઇન્ટ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. નર્મદા કેનાલમાં સવારથી સાંજ સુધી લોકો ફરવા માટે આવે, પરંતુ પોલીસનું જાેઇએ તેવું પેટ્રોલિંગ નહીં હોવાના કારણે ગમે ત્યારે અઘટિત ઘટનાો પણ બની જાય છે.

નરોડા-દહેગામ હાઇવે પર રાયપુરથી વીરા તલાવડી જવાના રસ્તા પર આવેલી નર્મદા કેનાલના બ્રિજ પાસે બે મહિના પહેલા કૃષ્ણનગર વિસ્તારના છ યુવકો બર્થડેની ઉજવણી કરવા માટે આવ્યા હતા. છ યુવકો પૈકી સ્મિત પટેલ,. જયદીપ સબલાનિયા, નિકુંજ સાગર અને સાહિલ પટેલ સાઇફનના પગથિયા પર ઊતરી સેલ્ફી લઇ રહ્યા હતા.

આ દરમિયાન ગૌરવને આઇટીઆઇમાં જવાનું હોવાથી તે અન્ય મિત્ર સાથે ઘરે જવા નિકળ્યો હતો. તે થોડા જ દૂર પહોંચ્યોય હતો ત્યાં તેના મિત્રોની બચાવો-બચાવોની બૂમો સંભળાતા તે ત્યાં પાછો ફર્યો અને જાેયું તો તેના ચારેય મિત્રો કેનાલમાં ડૂબી રહ્યા હતા. જાેતજાેતામાં બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન માતમમાં ફેરવાઇ ગયુ હતી. આ એક ઘટના નથી, પરંતુ અસખ્ય ઘટનાઓ છે, જે નર્મદા કેનાલ પર બની રહી છે, જેના કારણે લોકો તેને ખતરનાક પણ કહી રહ્યા છે.

વધારે લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવકો સાઇફનના પગથિયા પર ઊતરે છે ઃ નર્મદા કેનાલને સેલ્ફી પોઇન્ટ પણ કહેવામાં આવે છે, જેના કારણે સેલ્ફીના લવર્સ ત્યાં આવીને જાતજાતની સેલ્ફી લેતા હોય છે. કેનાલમાં ઊતરવા માટે સાઇફનના પગથિયા બનાવ્યા છે, જ્યાં ઊતરવું પ્રતિબંધિત છે તેમ છતાં નિયમોની ઐસીતૈસી કરીને લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં અથવા તો પાણીમાં પગ પલાળવાના ચક્કરમાં પગથિયા ઊતરી જાય છે અને નાકડી ચૂક તેમને મોતના મુખમા લઇ જાય છે.

થોડા દિવસ પહેલા અમદાવાદના કેટલાક યુવકો કેનાલ પર આવ્યા હતા, જ્યાં તેઓ પગથિયા ઊતરીને છેક કેનાલના પાણી સુધી ગયા હતા અને કલાક સુધી બેસી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવાના ચક્કરમાં યુવકો જીવને જાેખમે સેલ્ફી લે છે.

લૂંટારુ ઝાડીમાંથી આવીને છરીની અણીએ લૂંટી લે છે ઃ ગાંધીનગર અને અમદાવાદ આપાસની કેનાલ પર એકાંતની પળો માળી રહેલાં પ્રેમીયુગલો પાસેથી લૂંટ કરતી ટોળકીનો પર્દાફાશ ગત વર્ષે પોલીસે કરતાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. શહેરના મોટેરા વિસ્તારમાં રહેતો એક યુવક બુલેટ લઇને સુઘડ કેનાલથી ૧૦૦ મીટર અંદર જતા રોડ પર પ્રેમિકાને મળવા આવ્યો હતો.

બંને બેસીને વાત કરતા હતા ત્યારે ઝાડીમાંથી ત્રણ શખ્સ ધસી આવ્યા હતા અને પ્રેમિકાને મારી નાખવાની ધમકી આપીને ચાંદીની લકી, મોબાઇલ ફોન તેમજ પર્સ લઇ લીધું હતુ, જ્યારે યુવતીની સોનાની બે વીંટી પણ તફડાવી લીધી હતી. આ સિવાય પણ ઘણાં પ્રેમીયુગલોને લૂંટી લીધા હતા. આ સિવાય કેનાલ પાસે હત્યા, બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ પણ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.