અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લિમિટેડ કંપની વેચાવા જઈ રહી છે

મુંબઇ, અદાણી ફિનસર્વ, કેકેઆર, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાઇનાન્સ સહિતની ૧૪ મોટી કંપનીઓએ દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલ લિમિટેડના એક્વિઝિશનમાં રસ દર્શાવ્યો છે. રિલાયન્સ કેપિટલ લિમિટેડ અનિલ અંબાણીની પ્રમોટેડ કંપની છે.
આરબીઆઈ દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરે અનિલ અંબાણીની કંપનીના અધિગ્રહણ માટે ૧૧ માર્ચની તારીખ આપી હતી. બાદમાં આ સમયમર્યાદા વધારીને ૨૫ માર્ચ કરવામાં આવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષે ૨૯ નવેમ્બરના રોજ રિલાયન્સ કેપિટલ લિમિટેડના બોર્ડને પેમેન્ટ ડિફોલ્ટ અને ગંભીર ગવર્નન્સ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હટાવી દીધું હતું. રિલાયન્સ કેપિટલ એ ત્રીજી સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે, જેની સામે મધ્યસ્થ બેંકે નાદારીની કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ રિયાલયન્સ ગ્રુપની એનબીએફસી અને દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન સામે પગલાં લીધાં હતાં.
સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ કેપિટલ માટે બિડ કરવા ઈચ્છુક કેટલાક બિડર્સની વિનંતી પર સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ બિડરોએ ઇઓઆઇ સબમિટ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. રિપોર્ટ અનુસાર, જે કંપનીઓએ ૧૧ માર્ચ સુધીમાં રિલાયન્સ કેપિટલ માટે એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ સબમિટ કર્યું છે.HS