Western Times News

Gujarati News

ભોપાલમાં ૬ આતંકવાદીઓની ધરપકડઃ મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા

ભોપાલ, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગુપ્તચર એજન્સીએ ૬ આતંકવાદીઓને પકડ્યા છે. તેમની પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. આતંકવાદીઓ શહેરના ઐશબાગ પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટરના અંતરે ભાડાનું મકાન લઈ રહેતા હતા.

રાત્રે ગુપ્તચર એજન્સીએ ઓપરેશન ચલાવીને ૬ આતંકીઓની ધરપકડ કરી છે. જાણકારી અનુસાર, એજન્સીએ ઘરમાંથી લેપટોપ, હથિયાર અને મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સિવાય એજન્સીએ કરોંદ વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે. એજન્સીએ ઘરને સીલ કરી દીધું છે અને અજ્ઞાત સ્થળે આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.

તેમના તાર ઉત્તર પ્રદેશના દેવબંદ સાથે જાેડાયેલા છે, તેમના ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં રહેતા આ લોકોએ એક કોલેજમાં એડમિશન લીધું જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ મુસ્લિમ હતા.

નાયબ જહાંએ જણાવ્યું કે તેમાંથી એકનું નામ અહમદ છે, ત્યારપછી અન્ય છોકરાઓ તેની સાથે આવતા રહ્યા. મકાનમાલિક નયાબ જહાંએ કહ્યું કે સલમાન નામનો છોકરો અમારા ઘરે કોમ્પ્યુટર રિપેર કરવા આવ્યો હતો. તેમણે કહ્યું કે જાે કોઈ ઘર ખાલી હોય તો શરીફ અલીમાનો કોર્સ કરી રહેલા યુવકને આપો, બાદમાં તે તેના પરિવારને પણ સાથે લઈ આવશે. આ પછી તેને ભાડા પર ઘર આપવામાં આવ્યું.

આ પછી જ્યારે મેં તેની પાસેથી આધાર કાર્ડ માંગ્યું તો તે તેને ટાળતો રહ્યો, ક્યારેક કહેતો કે ઘરેથી લાવીશ. પછી કહેવા લાગ્યો કે અમે ૧૫ દિવસમાં ઘર ખાલી કરવાના છીએ. મકાનમાલિકે કહ્યું કે આ પછી મેં પણ વિચાર્યું કે હવે જ્યારે તેઓ જવાના છે ત્યારે આધારકાર્ડ ની શું જરૂર છે.

મહિલાએ જણાવ્યું કે મોડી રાત્રે જ્યારે અવાજ આવ્યો તો અમે બહાર આવ્યા, પહેલા તો એવું લાગતું હતું કે તેઓ એકબીજામાં લડી રહ્યા છે, જ્યારે તેઓ બહાર આવ્યા તો પોલીસવાળા ઉભા હતા. જ્યારે અમે પૂછ્યું કે શું થઈ રહ્યું છે તો પોલીસવાળાએ કહ્યું કે તમે અંદર જાઓ.

કહેવામાં આવી રહ્યું છે કે તમામ આતંકીઓ અહીં વિદ્યાર્થીઓના વેશમાં રહેતા હતા, તેઓએ કેટલીક કોલેજમાં એડમિશન પણ લીધું હતું. તેઓ કોલેજમાં ભણતા યુવાનોને ફસાવવાનું અને આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ કરવાનું કામ કરતા હતા. ગુપ્તચર એજન્સી તપાસ કરી રહી છે કે તેઓ કયા રાજ્યમાંથી આવ્યા છે અને તેઓ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે.

ગુપ્તચર એજન્સીએ આતંકીઓને પકડવા માટેના ઓપરેશનને સંપૂર્ણ રીતે ગોપનીય રાખ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી ન હતી. બિલ્ડિંગમાં તમામ ભાડૂત પરિવારો રહે છે, નીચેના મકાનના ભાડૂત પણ ગાયબ છે.

આખી શેરીમાં ગભરાટનો માહોલ છે, કોઈ કંઈ કહેવા તૈયાર નથી. માત્ર એટલું જ કહેવું છે કે આ ઈમારત ૭૦ વર્ષ જૂની છે. ગુપ્તચર એજન્સીને માહિતી મળી હતી કે આતંકીઓએ ભોપાલમાં છુપાયાની જગ્યા બનાવી છે. આ પછી એજન્સી તપાસ કરીને તેમની પાસે પહોંચી અને તેમની ધરપકડ કરી. તેમના કહેવા પર ભોપાલની બહાર કરાઉન્ડ વિસ્તારના એક ઘર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

શાંતિનો ટાપુ કહેવાતા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી આતંકવાદીઓની ઝડપવા મોટી વાત માનવામાં આવે છે. ભૂતકાળમાં એવું સામે આવ્યું છે કે આતંકવાદીઓ આવા વિસ્તારોને પોતાનું ઠેકાણું બનાવે છે, જ્યાં વિસ્તાર ખૂબ જ શાંત છે. આ પહેલા સિમીના આતંકીઓ મધ્યપ્રદેશના ઈન્દોર અને ઉજ્જૈન નજીકના મહિધરપુર અને ઉનેલ વિસ્તારમાં પણ જાેડાયેલા હતા. ઈન્દોર નજીકના જંગલમાં સિમીના આતંકીઓ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.