કોરોના કેસમાં ૨૦ ટકા ઘટાડો, છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૦૩ નવા કેસ

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. કોરોના કેસમાં લગભગ ૨૦ ટકા (૧૯.૬ ટકા) નો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ૧૪ માર્ચના ડેટા અનુસાર છેલ્લા કલાકોમાં દેશમાં કોરોના વાયરસના ૨ હજાર ૫૦૩ નવા કેસ નોંધાયા છે. આવા સમય, એક દિવસમાં સાજા થનારા લોકોની સંખ્યા ૪ હજાર ૩૭૭ છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ લોકોના કોરોનાથી મોત થયા છે. કોવિડ ૧૯ના દૈનિક આંકડાઓમાં આટલો મોટો ઘટાડો છેલ્લા ઘણા મહિનાઓ બાદ જાેવા મળી રહ્યો છે.
અત્યાર સુધીમાં ૪,૨૪,૪૧,૪૪૯ કોવિડ રિકવરી સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં ૪,૨૪,૪૧,૪૪૯ કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો ૧૭૯.૯૧ કરોડને પારપહોંચી ગયો છે.
સોમવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના ૨૨.૪૩ લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જાે આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા ૬૦ હતી.
દેશમાં કોરોનાના ત્રણ ભયંકર લહેર જાેવા મળ્યા છે. હવે લોકો કોરોનાની ચોથી લહેરથી ડરી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન રિસર્ચ ઓફનોન-કમ્યુનિકેબલ ડિસીઝના ડિરેક્ટર અને કોમ્યુનિટી મેડિસિન નિષ્ણાત ડો. અરુણ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તમામ દેશોએ કોરોનાના નવા પ્રકારો જાેયાછે, પરંતુ કોરોનાની ચોથી લહેરની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે.
અન્ય દેશોમાં ૮૦ ટકા વસ્તીને પણ રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષારાખવામાં આવે છે કે, કોરોનાની ચોથી લહેર વધુ ખતરનાક નહીં હોય પરંતુ આપણે કોરાના માર્ગદર્શિકાનું પાલન કરવું જાેઈએ અને બેદરકાર ન રહેવું જાેઈએ.HS