Western Times News

Gujarati News

ટાઈપ-1 ડાયાબિટીસ ગ્રસ્ત એક પણ બાળક સારવારથી વંચિત ન રહી જાય તે માટેની વ્યવસ્થાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી ટાઈપ-1 ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ

દુરદરાજના વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ આપીને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આરોગ્ય સેવાલક્ષી અભિગમ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીશાદર્શનમાં બાળ આરોગ્ય સંભાળ માટે રાજ્ય સરકારે પ્રીકોશન- પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ પર ફોકસ કર્યું છે: મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) ધરાવતું એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહે તેવી સઘન સારવાર વ્યવસ્થાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા આ નેમ દર્શાવી હતી.

રાજ્યના દુરદરાજ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.

તેમણે કહ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા-સંભાળ યોજના શરૂ કરી છે.

એટલું જ નહીંલોકો નિરોગી રહે તે માટે યોગના પ્રચાર-પ્રસારને પણ મહત્વ આપ્યું છે. આમ છતાં જો કોઈને ગંભીર બીમારી આવે તો આયુષ્યમાન કાર્ડથી સરકાર તેની સારવાર માટે પડખે ઉભી છે. યોગથી આયુષ્માનની તેમની આ આગવી સંકલ્પના છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કેરાજ્ય સરકારે પણ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યવ્યાપી અભિયાનના આ આરંભ અવસરે ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કિટનું વિતરણ કરતાં કહ્યું કેઆવા બાળકોની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિ:શુલ્ક ઈન્જેક્શનો તથા ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બાળ આરોગ્ય સંભાળ માટે પ્રિકોશનપ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ ત્રણેય પર ફોકસ કર્યુ છે. રાજ્યની શાળાઓમાં શાળા આરોગ્ય અભિયાન શરૂ કરીને દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.

આ તપાસ દરમિયાન જો કોઈ બાળકને વધુ સારવારની જરૂર જણાય તો સરકારી હોસ્પિટલોમાં રિફર કરીને કિડ્નીહ્રદય રોગકેન્સરલિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશ્યાલિટી સારવાર વિના મુલ્યે રાજ્ય સરકાર આપે છે. પાછલા 11 વર્ષોમાં 2 લાખ 18 હજાર કરતાં વધુ બાળકોને આવી સારવાર આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેહવેની લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસફુલ જીવનશૈલીના કારણે પુખ્ત અને યુવા વયમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને તે દૂર કરી શકાય તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વધતી જતી મેદસ્વિતા બાબતે લોકોને સાવચેત થવા ભોજનમાં 10 ટકા તેલનો ઉપયોગ ઘટાડવા અને નિયમિત વ્યાયામને જીવનનો ભાગ બનાવાવાની અપીલ કરી છે તેને સૌ લોકો અપનાવે તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

તેમણે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનશ્રીએ આપેલા સંક્લ્પને સ્વસ્થતંદુરસ્ત અને સમૃદ્ધ વિકસિત ગુજરાતથી સાકાર કરવા પણ આહવાન કર્યુ હતું.

આ રાજ્યવ્યાપી અભિયાનના આરંભ વેળાએ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબેન પટેલધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીલ્પાબેન પટેલશહેર ભાજપ પ્રમુખ શ્રી ડૉ. આશિત દવેજિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ તથા જિલ્લા અને શહેરના પદાધિકારીઓઆરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીમુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડેગ્રામ્ય અને શહેરી વિસ્તારના આરોગ્ય કમિશ્નરશ્રીઓ શ્રી હર્ષદ પટેલ અને ડૉ. રતનકંવર ગઢવી ચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓતબીબો અને બાળકો તથા તેમના પરિવાર જનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.