યુપીમાં ભાજપની જીત બાદ મુનવ્વર રાણા પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપની જંગી જીત બાદ યોગી સરકાર ફરી પાછી ફરી રહી છે. ત્યારથી, પ્રસિદ્ધ કવિ મુનવ્વર રાણા જાે ભાજપ જીતશે તો યુપી છોડવાના તેમના જૂના નિવેદન માટે લોકોના નિશાના પર છે. આ દરમિયાન તે પરિવાર સાથે દિલ્હી પહોંચી ગયા છે.
મળતી માહિતી મુજબ મુનવ્વર રાણા કિડનીની બિમારીથી પીડિત છે. આની સારવાર માટે તે દિલ્હી પહોંચી ગયા છે. મુનવ્વર રાણાને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન છે અને તેના કારણે તેમની તબિયત લથડી છે. આ માટે તેને દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવશે. આ સાથે મુનવ્વર રાણા પણ ગળાના કેન્સરથી પીડિત છે.
જણાવવામાં આવ્યું છે કે થોડા દિવસો પહેલા પણ મુનવ્વર રાણા સારવાર માટે એઈમ્સમાં આવ્યા હતા અને સારવાર બાદ તેમને અહીંથી રજા આપવામાં આવી હતી.
આ પહેલા તેઓ લગભગ ૨૦ દિવસ સુધી લખનૌના પીજીઆઈમાં અને ૧૦ દિવસ સુધી લખનૌના મેદાન્તામાં દાખલ હતા. જ્યારે તેઓ સાજા ન થઈ શક્યા ત્યારે એઈમ્સમાં આવ્યા.
ફરી એકવાર તેમને સારવાર માટે એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે.નોંધનીય છે કે યુપી ચૂંટણી પહેલા શાયર મુનવ્વર રાણાએ યુપીની યોગી સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે યુપીના મુસ્લિમો ભાજપ સરકારમાં અસુરક્ષિત અનુભવે છે. તેમણે કહ્યું હતું કે જાે યોગી આદિત્યનાથ ફરીથી મુખ્યમંત્રી બનશે તો હું યુપી છોડી દઈશ. હું દિલ્હી-કોલકાતા જઈશ.HS