Western Times News

Gujarati News

ટોકન લીધા બાદ દસ્તાવેજ ન થાય તો સપ્તાહ સુધી એપોઈન્ટમેન્ટ રદ નહીંં થાય

કનેકિટવીટીના અભાવે અરજદારોને ફરી ઓનલાઈન એપોઈનમેન્ટ લેવામાંથી મુકિત અપાઈ

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઈન્ટરનેટ કે જીસ્વાનની કનેકીટીવીટીના અભાવે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ કરાવવા આવતાં અરજદારોને ધકકો ખાવો પડતો હતો. તેમજ કોઈ કારણોસર અરજદાર દસ્તાવેજ રજુ ન ા કરી શકે તો ટોકન ઓટોમેટીક અનબ્લોક થઈ જતા હતા

અને અરજદારોએ ફરી નવો ટોકન લેવો પડતો હતો પણ હવે રાજય સરકારના નોંધણી સર નિરીક્ષક દ્વારા અરજદારોને ફરી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવામાંથી મુકિત અપાઈ છે. અમદાવાદ સહિત રજયમાં દસ્તાવેજની નોંધણી માટે એકવાર ટોકન લીધા બાદ કનેકીટીવીટી ન હોય કે

પછી અન્ય કારણોથી તે દિવસે દસ્તાવેજ ન થઈ શકયો હોય તો અઠવાડીયા સુધી એપોઈન્મેન્ટ રદ નહી થાય. અમદાવાદ શહેર સહીત રાજયભરની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ઓનલાઈન ટોકન લીધા બાદ પણ તે દિવસે દસ્તાવેજ ન થઈ શકે તો એક અઠવાડીયા સુધી ટોકન અનબ્લોક થશે નહી. જુના ટોકન ઉપર દસ્તાવેજની નોધણી થઈ શકશે.

રાજય સરકારના નોંધણી સર નીરીક્ષક દ્વારા તા.૧૦મીએ કરવામાં આવેલા એક પરીપત્રમાં જણાવ્યું છે કે, હાલમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં અરજદારો દ્વારા મેળવવામાં આવેલી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અનુસાર દસ્તાવેજની નોધણી માટે રજુ કરવામાં ન આવે

તો તેઓને મેળવેલા સદર એપોઈન્ટમેન્ટ તે દિવસે સાંજ ઓટોમેટીકલી અનબ્લોક થાય છે. પરીણામે આવા પ્રકારના ટોકન ખાલી રહેવા પામે છે. જેના કારણે જરૂરીયાતવાળા અરજદારોને એપોઈન્ટમેન્ટ મળી શકતી નથી. જેથી પુખ્ત વિચારણાના અંતે નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવે છે. અરજદારો દ્વારા મેળવવામાં આવેલી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ/મેળવેલ ટોકન હવેથી એક અઠવાડીયા પછી તુર્ત જ અનબ્લોક થાય તે મુજબની પ્રથા સુવિધા શરૂ કરવામાં આવે છે.”

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહીત જીલ્લાની વિવિધ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં કનેકટીવીટના અભાવે દસ્તાવેજની નોંધણી થઈ શકતી ન હતી. નાગરીકોને ફરી એપોઈન્ટમેન્ટ લેવી પડતી હતી જેના કારણે મોટાભાગની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ત્રણ દિવસથી લઈને એક અઠવાડીયું વેઈટીગ આવતું હતું.

કેટલાંક કિસ્સામાં અરજદારોને સમયસર દસ્તાવેજની નોંધણી ન થઈ શકે તેવા કિસ્સામાં સોદા રદ કરવા સુધીની નોબત આવી જતી હતી જયારે બે પક્ષકારો વચ્ચે વિવાદ થવાની સંભાવના પણ વધતી હતી. જેથી રાજય સરકારે આ વ્યવસ્થાને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.