Western Times News

Gujarati News

‘હિન્દુ વિચારધારાના ભારત’ વિશે RSS દેશ અને વિદેશમાં સમજણ ફેલાવશે

File Photo

સંવિધાનના ઓઠા હેઠળ ધામિર્ક સ્વાતંત્ર્યતા મેળવવી યોગ્ય નથીઃ દત્તાત્રેય હોસબલે

(એજન્સી) ગાંધીનગર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસએ એના પ્રત્યે દેશમાં અને વિદેશમાં વ્યાપેલી ગેરસમજણો દૂર કરી પોતાની વિચારણા આધારીત ભારત વિશે ‘સમજણ’ ફેલાવવાનું નકકી કર્યું,

જેમાં ભારતીય સમાજ, તેનો હિન્દુ સમાજ, તેના ઈતિહાસ-સંસ્કૃતિ જીવનશૈલી અંગે સાચું ચિત્ર રજુ કરવાનો આરએસએસનો ઈરાદો છે.આરએસએસમાં નિર્ણયો લેતી અખીલ ભારતીય પ્રતીનીધી સભાની અમદાવાદમાં પિરાણા ખાતે રવીવારે પૂર્ણ થયેલી ત્રણ દિવસીય મીટીગમાં આ નકકીથયું છે.

જેમાં આરએસએસના વડા મોહન ભાગવતે પણ ભાગ લીધો હતો. દેશભરમાંથી આવેલા ૧,રપર જેટલા પદાધિકારીઓ-પ્રતીનીધીઓએ ર૦રપમાં આવતી આરએસએસની શતાબ્દી ઉજવણીના સંદર્ભમાં વધુ લોકોને તેની વિચારધારા હેઠળ આવરી લઈ તેઓમાં રાષ્ટ્રવાદની ભાવના જગાવવાનું પણ આ ત્રિદીવસીય બેઠકમાં નકકી કર્યું છે.

મોદી સરકારના આત્મનિર્ભરતાની કલ્પના અનુસારતા ભારતના નિર્માણમાં રોજગારની તકો વધારવા પણ આ બેઠકમાં ઠરાવ પસાર કરાયો હતો.

આરએસએસના કાર્યવાહીક દત્તાત્રેય હોસબલેએ જણાવ્યું હતું કે, દેશમાં અને વિદેશમાં ભારત વિશે ગેરસમજ વ્યાપેલી છે. અથવા તો જાણીબુઝીને ગેરસમજણો ફેલાવાનો પ્રયાસ થઈ રહયો છ.ે આમાં બદલાવલાવી હિન્દુ રાષ્ટ્ર વિશે સાચી સમજણ ફેલાવવાની તાતી જરૂર છે.

આવતા ત્રણ-ચાર વર્ષમાં નેટવર્કીગ તથા સાહીત્ય દ્વારા આ વિશે વધુ સમજણ ફેલાવવામાં આવશે. ગત શનિવારે આરએસએસ દ્વારા બેઠકમાં મુકાયેલા તેના ર્વાષિક રીપોર્ટમાં ‘હિજાબ’ ના વિવાદમાં હિન્દુ સંસ્થાના કાર્યકરની કર્ણાટકમાં થયેલી હત્યા તથા કેરળમાં પણ ઉઠેલા વિવાદને ગંભીર પડકારરૂપ ઘટનાઓ તરીકે ઉલ્લેખી હતી.

કર્ણાટકમાં ‘હિજાબ’ વિશે ઉઠેલા વિવાદના સંદર્ભમાં હોસબલેએ વધુમાં જણાવ્યંું હતું કે ભારતીય સમાજમાં કેટલીક શિસ્ત પ્રવર્તે છે. હરીયાણામાં ‘આરતી’ને મુદ્દો બનાવાયો આપણામાં ધામિર્ક સ્વતંત્ર્યતા છે. એવું કહેવું યોગ્ય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.