ચીનનાં સૌથી ધનિક જાેંગ શાનશેનની સંપત્તિમાં ૫ અબજ ડોલરનું ધોવાણ
ઈસ્લામાબાદ, રશિયા યુક્રેનના યુધ્ધ વચ્ચે ચીનમાં કોરોનાનો પ્રકોપ ફરી વધી રહ્યો છે ત્યારે ચીનના શેરબજારમાં પણ તેનો પ્રભાવ દેખાયો છે.
ચીનનુ શેરબજાર પછડાયુ છે તો તેની અસર ચીનના સૌથી ધનિક વ્યક્તિ જાેંગ શાનશેન પર પડી છે.શાનશેનની કંપની નોંગફૂ સ્પ્રિંગના શેરના ભાવમાં ૯.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે.તેમની કંપની લિસ્ટ થયાના ૧૮ મહિનામાં આ સૌથી મોટો ઘટાડો છે.તેના કારણે શાનસેનની સંપત્તિમાં ૫ અબજ ડોલરનુ ધોવાણ થયુ છે.જાેકે હજી પણ તેઓ ૬૦.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ચીનના સૌથી ધનિક વ્યક્તિ છે.
છેલ્લા પાંચ દિવસમાં તેમની કંપનીના શેરના ભાવમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે.આ સિવાય ચીનના સંખ્યાબંધ ધનિકોની સંપત્તિમાં પણ ઘટાડો દેખાયો છે.અલીબાબાના જેક માની સંપત્તિમાં એક અબજ ડોલર અને ટેનસન્ટ કંપનીના મા હુઆટેન્ગની સંપત્તિમાં ૩.૩૩ અબજ ડોલરનુ ધોવાણ થયુ છે.ચીનમાં કોરોના ફરી બેકાબૂ થઈ રહ્યો છે અને ચીને સંખ્યાબંધ પ્રાંતોમાં ફરી કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લોકડાઉનનો સહારો લીધો છે.SSS