જાહેર રસ્તા પર લોકો પર રંગ નાંખ્યો તો થશે સજા
અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં ધુળેટીના તહેવારને લઈ અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ જાહેરનામું બહાર પાડ્યું છે. સામાન્ય સંજાેગોમાં હોળી ધુળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા , જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થતા હોય છે.
તહેવારોની ઉજવણી દરમ્યાન જાહેર જગ્યાઓએ આવતા – જતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા જતા લોકો પાસેથી હોળી – ધુળેટીના પૈસા ઉઘરાવવા , તેઓ ઉપર રંગ , રંગ મિશ્રિત પાણી , કાદવ અથવા તૈલી વસ્તુઓ ફેંકવાની શક્યતાઓ છે. આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની અથવા તો જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા નકારી શકાય નહિ. જેથી આવા કૃત્યો પર પ્રતિબંધ મુકવો મુકવામાં આવ્યો છે.
અમદાવાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અમદાવાદ પરિમલ પંડ્યાએ જણાવ્યું છે કે, પોલીસ કમિશ્નર અમદાવાદ શહેરની હદ સિવાયના સમગ્ર અમદાવાદ જીલ્લાના મહેસુલી વિસ્તારમાં ૨૧ માર્ચ ૨૦૨૨ના રાતના ૧૨ વાગ્યા સુધી કોઇપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા – જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો વાહનો ઉપર અથવા વાહનોમાં જતા આવતા શખ્સો ઉપર કાદવ , કિચડ , રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઇ વસ્તુઓ નાંખવી કે નખાવવી નહિ અથવા હોળી – ધુળેટીના પૈસા ઉઘરાવવા નહિ અથવા બીજા કોઇ ઇરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા નહિ.અને પોલીસ કમિશ્નર અમદાવાદ શહેરની હદ સિવાયનો સમગ્ર અમદાવાદ જીલ્લાનો મહેસુલી વિસ્તાર આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૧ અને ભારતીય ફોજદારી અધિનિયમ -૧૮૬૦ ની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. રાજયમાં હોળી ધુળેટીનો તહેવારે ગુજરાતભરમાંથી પગપાળા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ડાકોર દર્શન કરવા જાય છે.
અમદાવાદ જિલ્લાના હીરાપુરાગામમાંથી ખાત્રજ ચોકડી સુધી પસાર થતા રોડ ઉપર યાત્રાળુઓ મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાથી પણ પગપાળા જાય છે.
આ યાત્રિકો અમદાવાદથી જશોદાનગરથી હાથીજણ સર્કલ, હીરાપુર ચોકડીથી રાસ્કા પોટા હટ ચેક પોસ્ટ નાકા તરફ આવતા તમામ વાહનો તથા નડીયાદ તરફથી અને અમદાવાદ તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ચાર પૈડા કે તેથી વધુ પૈડા ધરાવતા વાહનો બંને બાજુથી જતા આવતા વાહનો પર, હેરાફેરી ૫૨ આ જિલ્લાના વિવેકાનંદનગર હીરાપુર ચોકડી સુધી પ્રતિબંધ કરવા તથા ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા અંગેનુ જાહેરનામુ બહાર પાડવા આવ્યું છે.