ગ્રીષ્મા હત્યા કેસઃ આરોપી ફેનિલ જેલમાંથી સાક્ષીને તોડવા પ્રયાસ કરે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/fenil.jpg)
સુરત, શહેરના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસના આરોપી ફેનિલ ગોયાણીએ સાક્ષીઓને તોડવાનો પ્રયાસ કર્યો છે. જેલમાંથી ફોન કરી પોતાની તરફેણમાં જુબાની આપવા દબાણ કરાતા ક્રિષ્ણા નામની યુવતીએ કોર્ટમાં ફરિયાદ કરી છે.
ફેનિલે જેલમાંથી બહેનને ફોન કરવાની પરવાનગી લીધી હતી. જેનો તેણે ગેરઉપયોગ કર્યાનો આરોપ લાગ્યો છે. આ અંગે સરકારી વકીલ નયન સુખડવાળા દ્વારા કોર્ટમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી.
ગ્રીષ્માં સાથે તકરાર થતા અવારનવાર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો. આ કેસમાં બુધવારે જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ગ્રીષ્માના પરિજનોને ૫ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
આ અંગે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આ કેસમાં ટ્રાયલ ચાલુ થાય એ અગાઉ ગુજરાત પીડિત વળતર યોજના હેઠળ અરજી કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન જ રૂપિયા પાંચ લાખનું વળતર મળ્યું હોવાનો આ પહેલો કિસ્સો છે.
વળતરની રકમમાંથી દોઢ લાખ માતાને, દોઢ લાખ પિતાને, એક લાખ ઇજા પામનારા ભાઇને અને રૂપિયા એક લાખનું વળતર ઇજા પામનાર કાકાને અપાયું છે. ફેનિલે સાક્ષી યુવતીને ફોન કરીને કહ્યું હતું કે, ‘તું મારી ફેવરમાં જુબાની આપજે.’ સાક્ષીને ફેનિલે હત્યા પહેલા અનેકવાર તેને મારી નાંખવાની વાત કરતો હતો.
પરંતુ અમને લાગતું હતું કે તે મજાક કરે છે. હું તેને કહેતી કે તારી તરફ એ ધ્યાન નથી આપતી શું કામ તેની પાછળ પડ્યો છે. જવા દેને. ફેનિલે ૫ રિપયા ભરીને બહેનને કોલ કર્યો હતો. તેણે જેલમાં કહ્યુ હતુ કે, મારે મારી બહેનને ફોન કરવો છે. નોંધનીય છે કે, સુરત ફાસ્ટેટ કોર્ટમાં ડે ટુ ડે કાર્યવાહી ચાલે છે.
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ ૭ કલાક ચાલી રહી છે. કુલ ૧૯૦ વિટનેસ છે. ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આ સમગ્ર કેસ મહિના કે સવા મહિનામાં પૂરી થાય એવી સંભાવના છે.SSS